Ahmedabad

VIDEO | શિયાળાનું અસલી 'વિટામીન C': દેશી આમળાથી લદાઈ ગયા છે અમદાવાદ પાસેના ખેતરોના ઝાડ, જાણો આયુર્વેદિક ગુણો

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ નજીક ચિલોડાના ખેતરોમાં શિયાળાની શરૂઆત સાથે જ દેશી આમળા લહેરાઈ રહ્યા છે. જોકે, આ ગુણકારી દેશી આમળા શહેરી બજારો સુધી પહોંચી શકતા નથી. બજારોમાં મોટાભાગે હાઇબ્રીડ આમળાનો દબદબો છે, જે આયુર્વેદિક દ્રષ્ટિએ ઓછા ગુણકારી હોય છે. નિષ્ણાતો મુજબ, દેશી આમળા વિટામિન 'સી' અને એન્ટિઓક્સિડન્ટ્સનો ભંડાર છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. ખરીદી કરતી વખતે દેશી આમળાને પ્રાધાન્ય આપવું હિતાવહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | શિયાળાનું અસલી 'વિટામીન C': દેશી આમળાથી લદાઈ ગયા છે અમદાવાદ પાસેના ખેતરોના ઝાડ, જાણો આયુર્વેદિક ગુણો

Desi Amla Health Benefits: શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ અમદાવાદ નજીક ચિલોડાના હરિયાળા ખેતરોમાં પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. નાના ચિલોડાથી લઈને મોટા ચિલોડા સુધીના વિસ્તારમાં આવેલા આમળાના ઝાડ અસલી 'દેશી આમળા'ના ઝૂમખાંથી લદાઈ ગયા છે. પરંતુ કમનસીબી એ છે કે આ ખેતરોમાં ઉગતા ગુણકારી દેશી આમળા શહેરીજનોની થાળી કે બજાર સુધી પહોંચી જ શકતા નથી!

બજારોમાં હાઇબ્રીડનો દબદબો, અસલી દેશી આમળા ગાયબ

અમદાવાદના શહેરી બજારોમાં હાલ શિયાળાના કારણે આમળાની મબલખ આવક થઈ રહી છે, પરંતુ તેમાંથી મોટાભાગના આમળા હાઇબ્રીડ હોય છે. ખેતરોમાં લહેરાતા અસલી દેશી આમળા સ્થાનિક સ્તરે જ વેચાઈ કે વહેચાઈ જાય છે અથવા તો યોગ્ય માર્કેટિંગ અને સપ્લાય ચેઈનના અભાવે શહેરોની મુખ્ય શાકભાજી મંડીઓ સુધી પહોંચતા જ નથી. પરિણામે, શહેરીજનોએ આયુર્વેદિક દ્રષ્ટિએ ઓછા ગુણકારી એવા હાઇબ્રીડ આમળાથી જ સંતોષ માનવો પડે છે.

દેશી આમળા કેમ છે આયુર્વેદિક ગુણોનો ખજાનો?

આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દેશી આમળા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. તેમાં વિટામિન 'સી' અને એન્ટિઓક્સિડન્ટ્સનો ભંડાર હોય છે, જે શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને મોસમી બીમારીઓથી બચાવે છે. દેશી આમળામાં રહેલું ભરપૂર ફાઇબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યા દૂર કરે છે. સાથે જ તે બ્લડ શુગર અને બોડી ફેટ કાબૂમાં રાખવામાં મદદ કરે છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડી હૃદયને સ્વસ્થ રાખે છે. ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધારીને ચહેરા પર કુદરતી ચમક લાવે છે અને આયર્નનું શોષણ વધારી વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે.

ખરીદી કરતી વખતે આ બાબત ખાસ ધ્યાને રાખો

હાઇબ્રીડ આમળા કદમાં મોટા અને ચમકદાર દેખાય છે, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ દેશી આમળા જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી બજારમાં ખરીદી કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી અસલી દેશી આમળા જ પસંદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. જો દેશી ન મળે તો સાવ જ ન ખાવા કરતાં હાઇબ્રીડ આમળા પણ લઈ લેવા.