Ahmedabad

અમદાવાદ: પેન્ડિંગ કેસના વાહનો પોલીસ સ્ટેશનમાં ભંગાર બને તે પહેલાં જ હરાજી, કોર્ટની મંજૂરી સાથે પહેલીવાર અનોખો પ્રયાસ

By GS Team
23 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં અંડર ટ્રાયલ વાહનોની પ્રથમવાર હરાજી થઈ. મેજિસ્ટ્રેટની મંજૂરીથી યોજાયેલી આ હરાજીમાં 27 વાહનો વેચાયા, જેમાંથી ₹2.41 લાખ મળ્યા. આ રકમ સરકારી તિજોરીમાં જમા થશે અને કેસ પૂરો થયા બાદ કોર્ટના આદેશ મુજબ હકદારને ચૂકવાશે. આ પહેલથી વાહનો ભંગાર થતા અટકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પેન્ડિંગ કેસના વાહનો પોલીસ સ્ટેશનમાં ભંગાર બને તે પહેલાં જ હરાજી, કોર્ટની મંજૂરી સાથે પહેલીવાર અનોખો પ્રયાસ

Ahmedabad Police Auction Seized Under Trial Vehicles: અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશન ખાતે અંડર ટ્રાયલ (પેન્ડિંગ) કેસોમાં જપ્ત કરાયેલા વાહનોની પ્રથમ વખત હરાજી કરવામાં આવી છે. શહેરના અન્ય પોલીસ સ્ટેશનોની સરખામણીમાં આ પ્રકારની હરાજી પ્રથમવાર યોજાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે, જેમાં કુલ 27 વાહનોની હરાજી કરતાં ₹2 લાખ 41 હજારની રકમ ઉપજી છે. સમગ્ર હરાજી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

મેજિસ્ટ્રેટની મંજૂરી સાથે નવી વ્યવસ્થા

આ પ્રકારની હરાજી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની મંજૂરી લઈને યોજવામાં આવી હતી. સામાન્ય રીતે કોઈ પણ ગુનામાં જપ્ત કરાયેલા વાહન અંગે કેસની ટ્રાયલ પૂર્ણ થયા બાદ કોર્ટના હુકમ અનુસાર નિર્ણય લેવામાં આવે છે. પરંતુ ઘણા કેસોમાં ટ્રાયલ 10 થી 12 વર્ષ સુધી ચાલતી હોવાથી પોલીસ સ્ટેશનમાં પડ્યા-પડ્યા વાહનો ભંગાર બની જાય છે, જેના કારણે તેની કિંમત ઘટી જાય છે અને સંબંધિત પક્ષને યોગ્ય વળતર મળતું નથી. આ સમસ્યાના નિવારણરૂપે અંડર ટ્રાયલ ગુનાના વાહનોની હરાજી કરવાનો નિર્ણય લેવાયો હતો.

રકમનું શું થશે? કોર્ટના હુકમ મુજબ નિર્ણય

વાહનોની હરાજીમાંથી મળેલી ₹2.41 લાખની રકમ હાલ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવશે. ત્યારબાદ જ્યારે સંબંધિત કેસની ટ્રાયલ પૂર્ણ થશે, ત્યારે કોર્ટનો જે હુકમ આવશે તે મુજબ આરોપી અથવા સંબંધિત હકદાર વ્યક્તિને કોર્ટના આદેશ અનુસાર વાહનની હરાજીમાં આવેલી રકમ ચૂકવવામાં આવશે.