અમદાવાદ: કોર્પોરેટ રોડ પર મકરબા ઓવરબ્રિજ ચાર રસ્તા પાસે 3-4 દિવસમાં સિગ્નલ ચાલુ થવાની શક્યતા, અધિકારીઓએ ટેસ્ટિંગ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Makarba Overbridge Traffic Signal Updates Ahmedabad: અમદાવાદના મકરબાથી શરૂ થઈને કોર્પોરેટ રોડ ચાર રસ્તા ખાતે પૂરો થતા ઓવરબ્રિજ પાસે આગામી સમયમાં સિગ્નલ શરૂ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આજે(26 નવેમ્બર) બપોરે એન ડિવિઝન ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટર અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સિગ્નલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યાં બેરીકેટ લગાવ્યા છે એ બેરીકેટ હટાવવા માટે પોલીસ દ્વારા કોર્પોરેશનને તાકીદ કરવામાં આવી છે. વહેલામાં વહેલી તકે ચાર રસ્તા પર સિગ્નલ ચાલુ કરવામાં આવશે, તેવું પણ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું.
કોર્પોરેટ રોડ પર મકરબા ઓવરબ્રિજ ચાર રસ્તા પાસે 3-4 દિવસમાં સિગ્નલ ચાલુ થવાની શક્યતા
અમદાવાદના મકરબાથી કોર્પોરેટ રોડને જોડતા નવતર ઓવરબ્રિજનું લોકાર્પણ થયું, ત્યારથી જ સતત વિવાદોના ઘેરામાં રહ્યો છે. બ્રિજ કોર્પોરેટ રોડના ચાર રસ્તે જ પૂરો થતો હોવાને કારણે અહીં સર્જાતી ગંભીર અકસ્માતની સંભાવનાઓ અને ભારે ટ્રાફિકજામને પગલે તંત્રની બેદરકારી સામે અગાઉ અનેક સવાલો ઉઠ્યા હતા. જો કે, આ વિવાદ વચ્ચે ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ નાખવાની કામગીરી હવે પૂર્ણ થવાના આરે હોવાનું તંત્રએ જણાવ્યું છે.
અધિકારીઓએ ટેસ્ટિંગ કર્યું
મહત્ત્વનું છે કે, એન ડિવિઝન ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટર અને કોર્પોરેશનના અધિકારીઓએ રૂબરૂ સ્થળ પર બપોરે મુલાકાત લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, 'મીટર લાગી ગયા બાદ આગામી બે-ત્રણ દિવસમાં સિગ્નલ ચાલુ કરી દેવામાં આવશે. જેને લીધે લોકોને 200 મીટરનો ફેરો મારવો પડશે નહીં.'
જો કે, કેપ્સુલ સિસ્ટમ હટી જતાં ફરી ત્યાં ટ્રાફિક જામની સમસ્યાઓ થવાની શક્યતા છે. તેમજ સિગ્નલ પર લોકોએ ઊભા રહેવું પડશે અને આ દરમિયાન અમુક સેકન્ડો સુધી ટાઇમ બગડશે.




