Ahmedabad

ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયું

By GS Team
5 Sep 20261 min read
TukuTouch Logo
ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્ર ઍલર્ટ બન્યું છે. આજે એક ઈમેલ દ્વારા આ ધમકી મળ્યા બાદ ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સેશન્સ કોર્ટ સહિત તમામ કોર્ટ પરિસરો ખાલી કરાવી બોમ્બ સ્કવૉડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયું

Ahmedabad surat Bomb threat news : છેલ્લા ઘણાં સમયથી મહત્ત્વના સંસ્થાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ વધી ગઈ છે. તેમાં ખાસ કરીને શાળા અને કૉલેજ તથા કોર્ટ, મ્યુનિસિપાલિટીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન આજે પણ એક ઈમેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા તંત્ર દોડતું થયું હતું.

image.png

કોર્ટના પરિસરો ખાલી કરાવીને ચેકિંગ હાથ ધરાયું હતું. ખાસ કરીને ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હાલમાં બોમ્બ સ્કવૉડ, પોલીસ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ જણાઈ હોવાના અહેવાલ નથી.