Ahmedabad

ગુજરાતની વીજ કંપનીના વીજબિલ 250-300 રૂપિયા સુધી વધી જતાં હોબાળો મચ્યો

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાતના સવા કરોડ વીજજોડાણધારકોને ઓક્ટોબરથી વીજ બિલમાં 250થી 300 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. દક્ષિણ, મધ્ય, પશ્ચિમ અને ઉત્તર ગુજરાતના સામાન્ય વીજ વપરાશકારોના બિલમાં પાંચથી છ ટકાનો વધારો જોવા મળ્યો છે. નવી ફોર્મ્યુલા મુજબ, FPPPA ચાર્જમાં સીધો 15 પૈસાનો વધારો થતાં જુલાઈ-ઓગસ્ટનો બોજ પણ ઓક્ટોબરના બિલમાં દેખાયો, જેથી બિલ બહુ વધી ગયા હોવાની બૂમરાણ મચી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતની વીજ કંપનીના વીજબિલ 250-300 રૂપિયા સુધી વધી જતાં હોબાળો મચ્યો

Gujarat Electricity Bill Hike : ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વીજ ઉત્પાદન કંપનીઓ પાસેથી વીજળી ખરીદતા અંદાજે સવા કરોડ વીજજોડાણધારકોને ઓક્ટોબર મહિનાથી નવી ફોર્મ્યુલા પ્રમાણે બે માસના બિલ મળતા થતાં હોબાળો મચી ગયો છે.

વીજબિલમાં 250થી 300 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત, ઉત્તર ગુજરાતના સામાન્ય વીજ વપરાશકારોના બે માસના બિલમાં અંદાજે રૂ. 250થી 300નો વધારો થઈ ગયો છે. ઓક્ટોબરમાં આવેલા બે માસના બિલમાં અંદાજે પાંચથી છ ટકાનો વધારો થયો છે. પરંતુ સપ્ટેમ્બરમાં જાહેર કરેલા નવી ફોર્મ્યુલાનો અમલ જુલાઈ 2026થી કરવામાં આવ્યો હોવાથી જુલાઈ ઓગસ્ટના વધારાનો બોજો પણ ઓક્ટોબરના બિલમાં રિફ્લેક્ટ થયો છે તેથી બિલ બહુ જ વધી ગયા હોવાની બૂમરાણ થઈ છે.

જૂની પદ્ધતિ 2 નવી વસ્તુ ઉમેરાઈ

સરકારી વીજ કંપનીઓ અત્યાર સુધી ફિક્સ ચાર્જ એટલે કે મીટરનો ચાર્જ, ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ-એફપીપીપીએમાં વીજળી પેદા કરવા માટે વપરાયેલા કોલસા અને ગેસના ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતો હતો. જૂની પદ્ધતિમાં માત્ર વપરાયેલા યુનિટ દીઠ એક સરખો બળતણ ચાર્જ ઉમેરાતો હતો. હવે 2 નવી વસ્તુઓ ઉમેરાઈ છે. તેને ઉદાહરણ આપીને સમજીએ.

FPPPA ચાર્જમાં સીધો 15 પૈસાનો વધારો ઝીંકાયો

સપ્ટેમ્બર 2026માં જાહેર થયેલી અને જુલાઈ 2026થી લાગુ કરવામાં આવેલી નવી ફોર્મ્યુલા પ્રમાણે એક યુનિટ દીઠ એફપીપીપીએ ચાર્જ રૂ. 2.30 હતો તેમાં સીધો 15 પૈસા વધારી દઈને રૂ. 2.45 કરી દીધા છે. આમ 200 યુનિટ વીજળી વાપરનારના બિલમાં સીધો રૂ. 30નો ઉમેરો થઈ ગયો છે. જુલાઈ અને ઓગસ્ટ માસના બિલના પણ બીજા રૂ. 30 ઉમેરાયા છે. આમ એફપીપીપીએના રૂ. 60નો વધારો થયો છે.

મીટર અને ફિક્સ ચાર્જ વધતાં વપરાશકારોના માથે મોટો બોજ

આમ ફિક્સ ચાર્જના વધારા ઉપરાંત મીટરના ચાર્જના રૂ. 50 (જુલાઈ-ઓગસ્ટ અને સપ્ટેમ્બર ઓક્ટોબરના મળીને રૂ. 100) અને યુનિટદીઠ વપરાશના રૂ. 950ના ચાર્જ પ્રમાણે કુલ રૂ. 1000 વત્તા એફપીપીએના 245 મળીને રૂ. 1245ના ચાર ટકા પ્રમાણે બીજા રૂ. 50-52 બિલમાં ઉમેરાઈ ગયા છે. જુલાઈ ઓગસ્ટનો પણ વધારો ઓક્ટોબરના બિલમાં આવ્યો હોવાથી કુલ બિલમાં રૂ. 150થી 200નો વધારો આવી ગયો હોવાનો અંદાજ છે. સામાન્ય કરતાં વધુ વીજળી વાપરનારાઓના બિલમાં રૂ. 300થી 600નો વધારો આવી ગયો છે. કારણ કે તેમના યુનિટનો સ્લેબ બદલાતા તેમના વીજયુનિટદીઠ ચાર્જમાં પણ વધારો થાય છે.