મફતનો મોહ : 2 કરોડના લક્ઝુરિયસ ફ્લેટ મળ્યા છતાં 4 મંત્રી સહિત 40 ધારાસભ્યો ક્વાર્ટર્સ ખાલી કરતા નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar MLA Quarters: જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ધુમાડા કરીને ગાંધીનગરમાં ધારાસભ્યો માટે સ્વર્ગ જેવા આલીશાન લક્ઝુરિયસ ફ્લેટ્ઝ બનાવી દેવાયા છે. પાટનગરમાંથી બેઠી અઢી કરોડ રૂપિયાના લક્ઝુરિયસ ફ્લેટ ફાળવવામાં આવ્યા તેમ છતાં, પ્રજાના કહેવાતા સેવકોનો મફતની સુવિધા ભોગવવાનો મોહ છૂટતો નથી. ચાચર ચોકમાં ખુલ્લા આકાશ નીચે ગરબે ઘુમવાથી શરૂ થયેલી આ પ્રણાલી હવે પાર્ટી પ્લોટ અને એસી ડોમના હાઈફાઈ ગરબા જેવા કરોડોના આયોજનો સુધી પહોંચી ગઈ છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ, ચાર મંત્રી, સહિત 40થી વધુ ધારાસભ્યોએ હજી સુધી જૂના એમ.એલ.એ. ક્વાર્ટર્સ પરથી પોતાનો કબજો છોડ્યો નથી. શાસક પક્ષ ભાજપ હોય, વિપક્ષ કોંગ્રેસ હોય કે પછી આપ. જ્યારે મફતનું ભાડું અને સરકારી સુવિધા ભોગવવાની વાત આવે ત્યારે શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો જાણે 'ભાઈ-ભાઈ' બની જાય છે તે આ કિસ્સામાં સાબિત થઈ ગયું છે.
શાસક-વિપક્ષ 'ભાઈ-ભાઈ', મંત્રીઓનો ક્વાર્ટર્સ પર 'ભોગવટો'
ગત દિવાળીથી જે બધા જ ધારાસભ્યોને બે માસ્ટર બેડરૂમ, ડાઈનીંગ એરિયા, વેઈટીંગ રૂમ, ઓફીસોની સુવિધાથી સજ્જ લક્ઝુરિયસ ફ્લેટ ફાળવી દેવાયા હતા. આ વાતને આજે એકાદ વર્ષ વીતવા આવ્યું છે. હજી પણ મંત્રીઓથી માંડીને ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યો રોજનું સવા રૂપિયા ભાડું ધરાવતાં જૂના એમએલએ ક્વાર્ટર્સ ખાલી કરવા નામ લેતા નથી.
ક્વાર્ટર્સ ખાલી ન કરનારાઓમાં શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, વન મંત્રી પ્રવીણ માળી અને શ્રમ-રોજગાર મંત્રી કાંતિ અમૃતિયા અને મંત્રી સ્વરૂપજી ઠાકોર, સી.જી.ચાવડા, હીરા સોલંકી, સી.કે.રાઉલજી, પભુભા માણેક સહિત અન્ય ધારાસભ્યો જૂના આવાસ ખાલી કરવા તૈયાર નથી. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર માટે ક્વાર્ટર્સ પર કબજો જળવી રાખ્યો છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધાર કાનાકીડે પણ ક્વાર્ટર્સ ખાલી કર્યા નથી. આ સરકારી ક્વાર્ટર્સનું ભાડું દાયકાઓ જૂનું એટલે કે રોજના માત્ર સવા રૂપિયા જેટલું જ છે. આટલી સસ્તી સુવિધા પાટનગરમાં મળી શકે તેમ નથી. આ આંધળી મફતખોરીનો લાભ લઈ ઘણા ધારાસભ્યો આ ક્વાર્ટર્સ પોતાના સગા-સંબંધીઓ અથવા તો ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અને મંત્રીના સુરક્ષા કર્મીઓને બારોબાર રહેવા માટે પધરાવી દીધા છે.
ક્વાર્ટર્સ 'હોસ્ટેલ-ગેસ્ટ હાઉસ'માં ફેરવાયા
આ સરકારી મિલકત તેને વારસામાં મળી હોય!સરકારી નિયમોના લીરેલીરા ઉડાડી સરકારી આવાસ આજે જાણે ખાનગી ગેસ્ટ હાઉસ કે હોસ્ટેલમાં ફેરવાયાં છે. અધિકારીક સૂત્રોનું કહેવું છેકે, આજે કેટલાંય કર્મચારીઓ સરકારી આવાસ માટે વેઇટીંગ લિસ્ટમાં છે. જો ક્વાર્ટસ પણ સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવે તો તેમને લાભ મળી શકે. ક્વાર્ટર્સ ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી છે છતા કોઈ ક્વાટર્સ ખાલી કરતું નથી. વહીવટી તંત્ર રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી કરી શકે તેમ નથી એટલે જ ધારાસભ્યો લક્ઝુરિયસ ફ્લેટ તેમજ જૂના ક્વાર્ટર્સ બંને સુવિધાઓ એકસાથે ભોગવી રહ્યાં છે.
કેટલાક ધારાસભ્યો બારોબાર ક્વાર્ટર્સનું ભાડું ઉઘરાવતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું…
220 કરોડ રૂપિયાના ખર્ચે ધારાસભ્યો માટે નવા લક્ઝુરિયસ ફ્લેટ બનાવાયા છે કેમકે, એમએલએ ક્વાર્ટર્સ જર્જરિત અવસ્થામાં છે. ધારાસભ્યોને કરોડોના લક્ઝુરિયસ ફ્લેટ ફાળવી દેવાયા છે, તેમ છતાં ઘણાં ધારાસભ્યોએ હજી ક્વાર્ટર્સ ખાલી કર્યા નથી. ચર્ચા તો એવી છે કે, કેટલાંક ધારાસભ્યો તો બારોબાર ક્વાર્ટર્સનું ભાડું પણ ઉઘરાવી રહ્યા છે.
કયા મંત્રીનો એમએલએ ક્વાર્ટર્સ પર કબજો?
•રિવાબા જાડેજા
•પ્રવિણ માળી
•કાંતિ અમૃતિયા
•સ્વરૂપજી ઠાકોર
•વિધાનસભા ઉપાધ્યક્ષ : પૂર્ણેશ મોદી
કયા ભાજપના ધારાસભ્યએ ક્વાર્ટર્સ ખાલી કર્યું નથી?
અલ્પેશ ઠાકોર, સી.કે.રાઉલજી, ફતેસિંહ ચૌહાણ, કિરટીસિંહ ડાભી, લવિંગજી સોલંકી, મહેશ ભુરિયા, સરદારસિંહ ચૌધરી, સી.જી.ચાવડા, પભુભા માણેક, ચિરાગ પટેલ, અરુણસિંહ રાણા, લક્ષ્મણસિંહ ઠાકોર, રમેશ કટારા, શંભુનાથ ટૂડિયા, રાજેશ ઝાલા, હીરા સોલંકી, મોહન કોંકણી, મહેન્દ્ર ભાભોર, રિતેશ વસાવા, ચિરાગ પટેલ.
દૂધની થેલી કરતાં પણ લક્ઝુરિયસ ફ્લેટનું ભાડું ઓછું
ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓને ફાળવેલાં બે-અઢી કરોડના લક્ઝુરિયસ ફ્લેટનું ભાડું દૂધની થેલી કરતાંય ઓછું છે. ધારાસભ્યોને સરકાર તરફથી અપાતી આવાસની સુવિધા અપાય છે પખ્તાપટગર ગાંધીનગરમાં તમામ સુવિધાથી સજ્જ ફ્લેટનું ભાડું મહિને 37 રૂપિયા જેટલું છે. આટલી સુવિધા છતાં ધારાસભ્યો ક્વાર્ટર્સ ખાલી કરતાં નથી.
કોંગ્રેસના કયા ધારાસભ્યએ ક્વાર્ટર્સ ખાલી કર્યું નથી?
•અમિત ચાવડા, શૈલેષ પરમાર, જિગ્નેશ મેવાણી, કિરટી પટેલ, કાંતિ ખરાડી.
આપના કયા ધારાસભ્યએ ક્વાર્ટર્સ ખાલી કર્યું નથી?
•ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણી
કયા અપક્ષ ધારાસભ્યએ ક્વાર્ટર્સ ખાલી કર્યું નથી?
•ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ.
એનસીપી ધારાસભ્યએ ક્વાર્ટર્સ ખાલી કર્યું નથી?
•કાંધલ જાડેજા
ધારાસભ્યોના લક્ઝુરિયસ ફ્લેટમાં શું શું સુવિધા છે
•બે માસ્ટર બેડરૂમ, અન્ય બે રૂમ, લિવિંગ રૂમ, કિચન, વેઈટીંગ રૂમ, ઓફિસ,
એલઈડી, ફ્રીજ, ગીઝર એસી સહિત અન્ય સુવિધા, આ ઉપરાંત કમ્યુનિટી હોલ, ગાર્ડન, હેલ્થ ક્લબની પણ વ્યવસ્થા કરાઈ છે.




