Sports

ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ જાહેર કરી, ધુરંધર બેટરની ફરી વાપસી

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરથી 5 મેચની વનડે સિરીઝ રમાશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે મિચેલ સેન્ટનરના નેતૃત્વમાં બે અલગ ટીમો જાહેર કરી છે. પ્રથમ 3 મેચ માટે 14 ખેલાડીઓ, જ્યારે છેલ્લી 2 મેચમાં ફિન એલન અને ટિમ સીફર્ટ જેવા નવા ખેલાડીઓને તક મળશે. આ નિર્ણયનો હેતુ ટેસ્ટ સિરીઝની તૈયારી અને ખેલાડીઓની ક્ષમતા ચકાસવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ જાહેર કરી, ધુરંધર બેટરની ફરી વાપસી

India vs New Zealand ODI Series 2026 Full Schedule and Squads : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરથી પાંચ મેચની વનડે સિરીઝ રમાશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ મિચેલ સેન્ટનરના નેતૃત્વમાં આ સિરીઝ માટે બે અલગ ટીમ જાહેર કરી છે. પ્રથમ ત્રણ મેચ માટે 14 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જ્યારે છેલ્લી બે મેચમાં ફિન એલન, ટિમ સીફર્ટ અને અન્ય નવા ખેલાડીઓને તક મળશે. ટેસ્ટ સિરીઝની તૈયારીની સાથે ખેલાડીઓની ક્ષમતા ચકાસવી પણ આ નિર્ણયનો મુખ્ય હેતુ છે. પ્રથમ ત્રણ વનડે માટેની ટીમમાં મિચેલ સેન્ટનર ઉપરાંત માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, કાયલ જેમિસન, ટોમ લાથમ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, નાથન સ્મિથ, બ્લેર ટિકનર અને વિલ યંગનો સમાવેશ થાય છે.

રચિન રવીન્દ્રની વાપસી, ફિન એલનને પણ તક

ખભાની ઈજાને કારણે ભારત સામેની ટી-20 સિરીઝમાંથી બહાર રહેલો રચિન રવીન્દ્ર વનડે ટીમમાં પાછો ફરશે. પ્રથમ ત્રણ મેચમાં તેની બેટિંગ અને બોલિંગ બંને ન્યૂઝીલેન્ડ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. છેલ્લી બે વનડે માટેની ટીમમાં ફિન એલન અને ટિમ સીફર્ટનો સમાવેશ કરાયો છે. આક્રમક બેટિંગ માટે જાણીતા બંને ખેલાડીઓ સાથે ક્રિસ્ટિયન ક્લાર્ક, મેટ ફિશર, મિચ હે અને નિક કેલીને પણ તક મળી છે. આ ટીમમાં સેન્ટનર, બ્રેસવેલ, ચેપમેન, જેકબ ડફી, બ્લેર ટિકનર અને વિલ યંગને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ભારત જેવી મજબુત ટીમ સામે રમવું વર્લ્ડ કપની તૈયારી સમાન

ન્યૂઝીલેન્ડના કોચ રોબ વૉલ્ટરે જણાવ્યું કે ભારત જેવી મજબૂત ટીમ સામે રમવું વર્લ્ડ કપની તૈયારી માટે મહત્ત્વપૂર્ણ છે. વધારાના ખેલાડીઓને તક આપવાથી ટીમની ક્ષમતા અને વિકલ્પોનું મૂલ્યાંકન કરી શકાશે. ઈજામાંથી સાજા થઈ રહેલા ઝકારી ફૉલ્ક્સ, વિલ ઓ'રૉર્ક અને બેન સિયર્સની પસંદગી કરવામાં આવી નથી. આગામી 2027નો ક્રિકેટ વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાવાનો છે.

ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝનું સમયપત્રક

મેચ
તારીખ અને સ્થળ
પ્રથમ ટી-20
22 ઑક્ટોબર, ક્રાઇસ્ટચર્ચ
બીજી ટી-20
24 ઑક્ટોબર, ક્રાઇસ્ટચર્ચ
ત્રીજી ટી-20
27 ઑક્ટોબર, વેલિંગ્ટન
ચોથી ટી-20
30 ઑક્ટોબર, ઑકલૅન્ડ
પાંચમી ટી-20
1 નવેમ્બર, હેમિલ્ટન
પ્રથમ વનડે
4 નવેમ્બર, ઑકલૅન્ડ
બીજી વનડે
7 નવેમ્બર, વેલિંગ્ટન
ત્રીજી વનડે
10 નવેમ્બર, હેમિલ્ટન
ચોથી વનડે
13 નવેમ્બર, માઉન્ટ મૌંગાનુઈ
પાંચમી વનડે
15 નવેમ્બર, માઉન્ટ મૌંગાનુઈ
પ્રથમ ટેસ્ટ
19થી 23 નવેમ્બર, વેલિંગ્ટન
બીજી ટેસ્ટ
27 નવેમ્બરથી 1 ડિસેમ્બર, ક્રાઇસ્ટચર્ચ