સ્વતંત્રતા ચળવળની સાક્ષી ખાડિયાની પોળોમાં આવેલી હવેલીઓ હવે 'એ ભૂલાતી યાદો' થઈ, ફક્ત સરકારી ચોપડે જ હેરિટેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Khadiya Heritage Havelis Ahmedabad : સ્વતંત્રતા દિવસ નજીક આવતાં જ શહેરભરમાં ઘર-દુકાનમાં તિરંગા, તિરંગાના રંગના ફુગ્ગા, કપડાં સહિતની વસ્તુઓ લગાવી દેશભક્તિનો રંગ ઘેરો બન્યો છે. તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા જેવા અનેક કાર્યક્રમો પણ યોજાય છે. પરંતુ આ દેશપ્રેમ વચ્ચે એક કડવી વાસ્તવિકતા નજરઅંદાજ થઈ રહી છે. અમદાવાદની જે હવેલીઓમાં આઝાદીની લડાઈના રણશિંગા ફૂંકાયાહતા, જે ઓરડામાં ક્રાંતિકારીઓએ તાજના શાસનને ખતમ કરવા શપથ લીધાં હતાં, જે દીવાલોએ આઝાદીના સંકલ્પ સાંભળ્યા હતાં તે હવેલીઓ આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. રાજકીય અને સામાજિક પ્રવૃત્તિનું ગઢ ગણાતા ખાડિયા વિસ્તારનો દેશની આઝાદીની ચળવળમાં પણ ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે. આઝાદીની લડતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ તથા રવિશંકર મહારાજ જેવા મહાનુભાવો ખાડિયામાં આવેલી વિવિધ હવેલીઓમાં પોતાનું હંગામી રહેઠાણ બનાવ્યું હતું, જે હાલ જર્જરિત હાલતમાં છે. આ તમામ ઇમારતો સરકારી ચોપડે ‘હેરીટેજ’ છે.
ગાંધીજીએ જ્યાં ચળવળ માટેની રણનીતિ ઘડી એ હવે પક્ષીનું ઘર
ભારત પરત ફર્યા બાદ 1915માં આશ્રમ સ્થાપવા માટે તેઓ અમદાવાદમાં જમીન શોધી રહ્યાં હતાં. તે દરમિયાન ગાંધીજીના નિકટના સાથીઓ અને સ્વતંત્રતા સેનાનીઓ આકા શેઠ કુવાની પોળમાં રહેતાં હતાં. જેથી 1815થી 1820 સુધી તેઓએ આ પોળમાં નિયમિત અવરજવર રહેતી હતી. આ પોળમાં ધન્વંતરી ભવનમાં રહેતાં વૈદ્યરાજ વલ્લભભામ સાથે તેઓએ તો ચળવળનો હતો. ત્યારપાદ આ સમયગાળામાં તેઓ અનેક વખત ધન્વંતરી ભવનના મહિનાઓ માટે મહેમાન બન્યા હતાં. અહીં જ તેઓ ચળવળમાં યુવાનોને તૈયાર કરવાની રણનીતિ પણ તૈયાર કરતાં હતાં. હાલ તે હવેલી બંધ હાલતમાં છે.

સરદાર પટેલ વકીલાતના પાઠ શીખ્યા ત્યાં જર્જરિત બાંધકામની ચેતવણી
ઇંગ્લેન્ડથી બેરિસ્ટરનો અભ્યાસ કરી 1913માં સરદાર પટેલ ભારત પરત ફર્યા હતા. પરત ફર્યા બાદ સરદાર પટેલે રાયપુર ચકલા પાસે આવેલી બઉઆની પોળના નાકે આવેલી ભાઈશંકર સોલિસિટરની હવેલીથી વકીલાત શરૂ કરી હતી. અહીંથી જ તેઓ ગાંધીજી સાથે જોડાયા હતાં. 1919 સુધી આ હવેલીમાં નિવાસ કર્યા બાદ સરદાર પટેલ ખેડા, બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં જોડાયા હતાં. પરંતુ આજે આ હવેલીના દરવાજા પર જ મકાન ભયજનક હોવાની ચેતવણી આપતું બોર્ડ લાગેલું છે.

‘નેતાજી’ના નેતૃત્વમાં આઝાદીના સપના જોયાવા તે ઘર કાટમાળ થયું
ખાડિયા અને સુભાષચંદ્ર બોઝવચ્ચેનો સંબંધ વિશે બહુ જૂજ લોકો જાણતા હશે. ધોબીની પોળમાં આવેલા ‘યુનાઇટેડ બંગાળ હોમ’માં નેતાજીએ બંગાળીબંધુઓ સાથે મળી સ્વતંત્રતા ચળવળની અનેક આયોજન કર્યા હતાં. આ હવેલી માત્ર નેતાજી જ નહીં બંગાળથી આવકના અનેક સ્વતંત્રતા સેનાની માટે સુરક્ષિત આશ્રય સ્થાન હતું. ત્યાં જ નેતાજીએ ચળવળમાં વાપરવાના અનેક હથિયારો પણ બનાવ્યા હતાં. આ ચોમાસે તે આભી જમીનદોસ્ત થઈ કાટમાળ બની ગઈ છે.

સારંગપુરની હવેલી જ્યાં રવિશંકર મહારાજે યુવાનોને પ્રેરિત કર્યા હતા
સારંગપુરમાં તળિયાની પોળમાં આવેલી રંગીલા શેરીમાં રહેતાં બબાભાઈ સતિયાની હવેલી સ્વાતંત્ર્ય સંગ્રામની અનેક ગુપ્ત પ્રવૃત્તિની સાક્ષી રહી છે. આ હવેલીના બીજા માળે આવેલા ખંડમાં રવિશંકર મહારાજ યુવાનોને દેશભરમાં લોકો સાથે કેવા અત્યાચાર થાય છે તે અંગે જાણ આપતાં હતાં. ચળવળમાં ભાગ લેવા યુવાનોને પ્રેરિત કરવા છૂપીરીતે રક્ષણનિતી સાથેની પત્રિકાઓ તૈયાર કરી તેની વહેંચણી કરતાં હતાં. પરંતુ આજે તે બેંડ સુધી પહોંચવાની સીડી જ બચી નથી. એક સમયે અંગ્રેજીની નજરથી બચીને આઝાદીની લડતની પ્રવૃત્તિ ચાલતી હતી.

અનેક મહાનુભાવો પણ ખાડિયાના કાયમી મહેમાન હતાં
આઝાદીની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ગાંધીજી, સરદાર પટેલ, નેતાજી સહિતના સેનાનીઓની સાથે જ અનેક મહાનુભાવો ખાડિયાના કાયમી મહેમાન રહી ચૂક્યાં છે. રંગીલા શેરીમાં આવેલી બબાભાઈ સતિયાની હવેલીમાં લડતની રણનીતિ તૈયાર કરવા યોજાતી ગુપ્ત બેઠકમાં ઉમાશંકર જોષી, બ્રહ્મકુમાર ભટ્ટ, શહેર યુવા જયંતીભાઈ ઠાકોર, કાંતિભાઈ થયા, કનેબાલ રાણા, હરિહર અંબોળજા, જયશંત શુકલ સહિતના અનેક ક્રાંતિકારીઓની કાયમી બેઠક રહેતી હતી.
ઐતિહાસિક હવેલીઓના રિસ્ટોરેશન માટે અભિયાન
ખાડિયા વિસ્તારતેના ઘરની રચનાના કારણે સ્વતંત્રતા સેનાનીઓ માટે પ્રથમ પસંદ હતી. અહીં પોળો એક-બીજા સાથે જોડાયેલી હોય ઘરના પાબા પણ એકબીજા સાથે જોડાયેલાં હોવાથી અંગ્રેજો છાપામારી કરે તો ક્રાંતિવીરો સહેલાઈથી પોતાને બચાવવા ભાગી શકતાં હતાં. આજે અહીં મોટાભાગના ઘરને હેરીટેજનો દરજ્જો આપી દેવાયો છે. પરંતુ તે ઐતિહાસિક ઇમારતની સાચવણી બાબતે દરકાર લેવાતી નથી. શ્રેષ્ઠ ખાડિયા અભિયાન સાથે જોડાયેલા અમરીશભાઈ અને મનીષભાઈ જણાવે છે કે, આ ઇમારતો માત્ર ઘર નથી, ઇતિહાસની સાક્ષી છે. પરંતુ આજે માવજતના અભાવે તે જર્જરિત બની છે..




