અમદાવાદ: થલતેજ અંડરપાસ નજીક ચાલુ કારમાં આગ લાગતાં ગાંધીનગર તરફ જતો વાહનવ્યવહાર ખોરવાયો, 2.5 કિમી લાંબો ટ્રાફિક જામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SG highway traffic jam Ahmedabad Thaltej: અમદાવાદના વ્યસ્ત એવા એસજી હાઇવે પર ઈસ્કોનથી ગાંધીનગર તરફ જતાં થલતેજ અંડરપાસમાં એક અણબનાવ સામે આવ્યો છે, જ્યાં વર્ષ 2012ના મોડેલની સ્વિફ્ટ કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કારમાંથી ધુમાડા નીકળતા જ ચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવીને બળીને ખાખ થઈ ગઈ છે.

અઢી કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ
કારમાં આગ લાગવાની આ ઘટનાને કારણે એસજી હાઇવે પર ગાંધીનગર તરફ જતો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને પિક અવરમાં જોતજોતામાં અંદાજે અઢી કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને રસ્તા પર અટવાયેલા વાહનોને દૂર કરી ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ પકવાન બ્રિજથી થલતેજ જતાં રોડ અને સર્વિસ રોડ પર પણ વાહનોનો ખડકલો થયો છે. એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ હોય તેવી તસવીરો સામે આવી છે.







