Ahmedabad

અમદાવાદમાં SG હાઈવે પર ઉમિયા કેમ્પસમાં 16 વર્ષના વિદ્યાર્થીનો આપઘાત, પરિવારમાં માતમ

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના SG હાઈવે પર ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાં 16 વર્ષના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. દેત્રોજનો વતની અને RC ટેકનિકલ કોલેજનો આ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હતો. આ ઘટનાથી શિક્ષણ જગત અને પરિવારમાં શોક છવાયો છે. સોલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં SG હાઈવે પર ઉમિયા કેમ્પસમાં 16 વર્ષના વિદ્યાર્થીનો આપઘાત, પરિવારમાં માતમ

SG Highway Umiya Campus Student Suicide : અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા જાણીતા ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં અભ્યાસ કરતા માત્ર 16 વર્ષીય એક આશાસ્પદ વિદ્યાર્થીએ બિલ્ડિંગ પરથી પડતું મુકીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ બનાવથી સમગ્ર શિક્ષણ જગત તેમજ મૃતકના પરિવારમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.

આર.સી. ટેક્નિકલ કોલેજનો વિદ્યાર્થી હતો

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક યુવક મૂળ દેત્રોજનો વતની હતો. તે અમદાવાદની પ્રતિષ્ઠિત આર.સી. ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને અભ્યાસાર્થે ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાં રહેતો હતો. નાની વયે જ વિદ્યાર્થી દ્વારા આ પ્રકારનું આત્યંતિક પગલું ભરવામાં આવતા તેના સાથી મિત્રો અને રૂમમેટ પણ આઘાતમાં સરી પડ્યા છે.

સોલા પોલીસ દ્વારા ગુનો નોંધીને સઘન તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક સોલા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીએ અભ્યાસના ભારે માનસિક તણાવ, અંગત કારણો કે અન્ય કોઈ સમસ્યાના કારણે આત્મઘાતી પગલું ભર્યું છે કે કેમ, તે દિશામાં પોલીસ તેના નજીકના મિત્રો, પરિવારજનો અને હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે.