ગણેશ ચતુર્થી નિમિત્તે હૈદરાબાદ-અમદાવાદ વચ્ચે સ્પેશિયલ દોડશે, મુસાફરોને મળશે રાહત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad-Hyderabad Special Train: ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર દરમિયાન મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા તેમજ મુસાફરી વધુ સુગમ બનાવવા માટે રેલવે તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાઉથ સેન્ટ્રલ રેલવે દ્વારા હૈદરાબાદ (તેલંગાણા) અને વટવા (અમદાવાદ) વચ્ચે ખાસ 'તહેવાર સ્પેશિયલ ટ્રેન' (07087/07088) દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ટ્રેનનું સમયપત્રક અને રૂટની વિગતો
•ટ્રેન નંબર 07087(હૈદરાબાદ – વટવા): આ સ્પેશિયલ ટ્રેન 19મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 2:15 વાગ્યે હૈદરાબાદથી ઉપડશે અને બીજા દિવસે રવિવારે રાત્રે 9:50 વાગ્યે વટવા પહોંચશે.
•ટ્રેન નંબર 07088 (વટવા – હૈદરાબાદ): વળતી દિશામાં આ ટ્રેન 21મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 3:30 વાગ્યે વટવાથી રવાના થશે અને બીજા દિવસે મંગળવારે સવારે 4:30 વાગ્યે હૈદરાબાદ પહોંચશે.
કોચનું માળખું અને મુખ્ય સ્ટોપેજ
રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ તેમજ સામાન્ય સેકન્ડ ક્લાસ (જનરલ) કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ટ્રેન બંને દિશામાં પોતાની મુસાફરી દરમિયાન ગુજરાતના વડોદરા, સુરત અને વલસાડ ઉપરાંત વસઈ રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, દૌંડ, સોલાપુર, કલબુર્ગી, વાડી, તાંડુર, વિકારાબાદ, લિંગમપલ્લી અને બેગમપેટ જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાણ કરશે. આ સ્પેશિયલ ટ્રેન શરૂ થવાથી ગણેશોત્સવ દરમિયાન મહારાષ્ટ્ર, તેલંગાણા અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા હજારો મુસાફરોને મોટી રાહત મળશે.




