અમદાવાદમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો, સોલામાં ભુવાએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના સોલા વિસ્તારમાં અંધશ્રદ્ધાને કારણે એક યુવતી ભોગ બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારે પોતાની બીમાર દીકરીને મેલી વિદ્યામાંથી મુક્ત કરવાના આશાયે ઘરે બોલાવેલા ભુવાએ વિધિના બહાને યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ચંદ્રેશ પંચાલે પીડિતા સાથેની અંગત તસવીરો વોટ્સએપ પર વાઈરલ કરતાં આ સમગ્ર કરતૂત સામે આવ્યું છે, જેના આધારે સોલા પોલીસે ચંદ્રેશ પંચાલની ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.
વિધિના બહાને અવારનવાર આચર્યું દુષ્કર્મ
સોલા પોલીસ સ્ટેશનના PIના જણાવ્યાનુસાર, પરિવારે પોતાની બીમાર દીકરીને સાજી કરવા માટે પોતાના જ સમાજના અને ગુનાઈત ઈતિહાસ ધરાવતા ભુવો ચંદ્રેશ પંચાલ પર વિશ્વાસ મૂકી તેને ઘરે બોલાવ્યો હતો. આરોપી ચંદ્રેશ પંચાલે બીમારી મટાડવા અને વિધિ કરવાના બહાને યુવતીના પોતાના ઘરે જ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપી ભુવાએ પોતાના ઘરે પણ યુવતીને લઈ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
માતા-પિતા અંધશ્રદ્ધામાં આવીને એવું જ માનતા હતા કે ભુવો તેના જ સમાજનો હોવાથી સારું કામ કરશે, પરંતુ તેમને ભુવાની દાનત વિશે કોઈ શંકા નહોતી. જોકે, આરોપી ભુવાએ યુવતી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેતાં સમાજના લોકો મારફતે આ વાતની જાણ પરિવાર સુધી પહોંચી હતી. પરિવારે દીકરીની પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. હાલ પરિવારે સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

નશા યુક્ત પીણું પીવડાવી આચર્યું દુષ્કર્મ
ઝોન-1 ડીસીપી (DCP)ના જણાવ્યાનુસાર, આરોપીની ઓળખ ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલ તરીકે થઈ છે. પીડિત સગીરા અવારનવાર બીમાર રહેતી હોવાથી તેના પરિવારે આશરે એક વર્ષ પહેલાં પોતાના જ સમાજના ભુવા ચંદ્રકાંતનો સંપર્ક કર્યો હતો. વિધિ કરવાના બહાને આરોપી બાળાના ઘરે જતો અને પરિવારજનોને બહાર બેસાડી બાળાને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પરિવારની નબળી આર્થિક સ્થિતિનો લાભ લઈ આરોપી બીજી વિધિના નામે બાળાને પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં પણ તેણે આ જ રીતે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આરોપીએ બ્લેકમેઇલ કરવાના ઈરાદાથી સગીરા સાથે પતિ-પત્ની જેવા દેખાય તેવા ફોટા પાડી લીધા હતા. બાદમાં તેણે આ ફોટા વાઈરલ કરતાં સમગ્ર મામલો પરિવારના ધ્યાને આવ્યો હતો. પરિવારે આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધડપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ આવા જ ગુનાઓમાં સંકળાયેલો છે. વર્ષ 2025માં સોલા, ઘાટલોડિયા, રામોલ અને માંડલ પોલીસ સ્ટેશન ખાતે તેના સામે 4 અલગ-અલગ ગુના નોંધાયેલા છે. પરિસ્થિતિ સુધારવાના બહાને ભોગ બનનાર પરિવારો સાથે કુલ 56 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલવા પામ્યું છે.









