Ahmedabad

અમદાવાદમાં શરમજનક ઘટના: સાવકી પુત્રી સાથે અડપલાં કરનાર 39 વર્ષીય પિતાની ધરપકડ

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 39 વર્ષીય સાવકા પિતાએ 17 વર્ષીય સગીર સાવકી પુત્રી સાથે છેલ્લા 2 મહિનાથી છેડતી કરી હતી. સગીરાએ માસીને આપવીતી કહેતા ભાંડો ફૂટ્યો. માતાની ફરિયાદ આધારે ચાંદખેડા પોલીસે આરોપી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી, તેની ધરપકડ કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં શરમજનક ઘટના: સાવકી પુત્રી સાથે અડપલાં કરનાર 39 વર્ષીય પિતાની ધરપકડ

Chandkheda Police POCSO Case : અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે 39 વર્ષીય એક શખ્સની તેની જ 17 વર્ષીય સગીર સાવકી પુત્રી સાથે છેલ્લા 2 મહિનાથી છેડતી અને અડપલાં કરવાના આરોપસર ધરપકડ કરી છે. આરોપીએ વર્ષ 2017 માં ભોગ બનનાર સગીરાની માતા સાથે લગ્ન કર્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ પરિસ્થિતિ સામાન્ય હતી, પરંતુ છેલ્લા 2 મહિનાથી સગીરા ઘરે એકતી હોય ત્યારે આરોપી અયોગ્ય વર્તન કરતો હતો.

માસીને આપવીતી જણાવતા ભાંડો ફૂટ્યો

આ ગંભીર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરાએ હિમ્મત કરીને પોતાની માસીને સમગ્ર આપવીતી જણાવી. માસીએ આ બાબતની ગંભીરતા સમજીને તુરંત સગીરાની માતાને વાકેફ કરી હતી. માતાએ તાત્કાલિક ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે. કે. મકવાણાના જણાવ્યા અનુસાર, ફરિયાદ મળતા જ પોલીસે ત્વરિત પગલાં લઈને તપાસ શરૂ કરી હતી.

પોક્સો (POCSO) એક્ટ હેઠળ કડક કાર્યવાહી

પોલીસે માતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને દબોચી લીધો છે અને સગીરા, તેની માતા તથા અન્ય સંબંધિત સાક્ષીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ કેસમાં પુરાવા એકત્રિત કરવા માટે પોલીસે વિવિધ ટેકનિકલ અને કાનૂની પાસાઓ પર તપાસ કેન્દ્રીત કરી છે.

સગીરાની ઓળખ ગોપનીય અને આગળની તપાસ

ભોગ બનનાર સગીર વયની હોવાથી કાયદાકીય જોગવાઈઓ અનુસાર તેની ઓળખ કે તેની સંવેદનશીલ વિગતો સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવી છે. પોલીસ આ મામલામાં કોઈ પણ પ્રકારનીી ઢીલ ન છોડીને આરોપી સામે મજબૂત પુરાવાઓ એકત્રિત કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.