Ahmedabad

અમદાવાદના SG હાઈવે પર ઈસ્કોન બ્રિજ ખાતે અકસ્માત, આઈસરનું ટાયર ફાટતાં પાછળથી કાર ધડાકાભેર અથડાઈ, મહિલા સહિત બે ઈજાગ્રસ્ત

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના SG હાઈવે પર ઇસ્કોન બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બુધવારે આઇસર ગાડીનું ટાયર ફાટતાં તે રોડ પર ઊભી હતી. પાછળથી આવતી સ્વીફ્ટ કાર ધડાકાભેર અથડાતાં કારમાં સવાર 2 લોકોને ઈજા થઈ હતી. 108 દ્વારા તેમને હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતને પગલે કર્ણાવતીથી રાજપથ ક્લબ જતાં બ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના SG હાઈવે પર ઈસ્કોન બ્રિજ ખાતે અકસ્માત, આઈસરનું ટાયર ફાટતાં પાછળથી કાર ધડાકાભેર અથડાઈ, મહિલા સહિત બે ઈજાગ્રસ્ત

Ahmedabad News: અમદાવાદના SG હાઈવે પર ઇસ્કોન બ્રિજ ખાતે અકસ્માતનો બનાવ બન્યો છે. બુધવારે(12 ઓગસ્ટ) એક આઇસર ગાડીનું ટાયર ફાટતાં રસ્તા પર જ ગાડી રોકવી પડી હતી. એટલામાં પાછળથી આવતી કારની આઇસર સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ જતાં બ્રિજ પર ઇસ્કોન ક્રોસ રોડની ઉપર ટ્રાફિક થયો છે. બીજી તરફ, કારમાં સવાર મહિલા અને યુવક ઈજાગ્રસ્ત થતાં 108 એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદના SG હાઈવે પર ઈસ્કોન બ્રિજ ખાતે અકસ્માત

મળતી માહિતી મુજબ, શહેરના કર્ણાવતીથી રાજપથ ક્લબ જતાં ઇસ્કોન બ્રિજ પર એક આઇસર ગાડીનું ટાયર ફાટતા તેને રોડ પર જ ઉભી રાખવાની ફરજ પડી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક સ્વીફ્ટ કાર ધડાકાભેર તેની સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં SG હાઈવે પર નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન સાથે લટકીને યુવકનો આપઘાત

આઈસરનું ટાયર ફાટતાં પાછળથી કાર ધડાકાભેર અથડાઈ

આ દુર્ઘટનામાં કારમાં સવાર યુવક અને એક મહિલાને ઇજા થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જઈને દાખલ કરાયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આઇસર ટ્રકમાં ત્રણ ટન જેટલો વજન ભરેલો છે. ટ્રક ચાલક અસલાલી તરફથી માલ ભરીને જોધપુર તરફ જતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

Gujarat Samachar - 2026-08-12T160011.623.jpg

અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ પછી કાર અને આઇસરને ક્રેન દ્વારા બ્રિજની નીચે લઈ જવામાં આવી હતી. આ દરમિયાન કોઈ અકસ્માત ન થાય તે માટે પોલીસે બ્રિજ પર ટ્રાફિકનું સંચાલન કર્યું હતું. મહત્ત્વનું છે કે, જે જગ્યાએ તથ્ય કાંડનો અકસ્માત થયો હતો તેનાથી થોડા અંતરે જ આ અકસ્માત સર્જાયો હતો.