Ahmedabad

અમદાવાદ: સરખેજ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં વધુ 2 આરોપી ઝડપાયા, બંનેના 23 નવેમ્બરની બપોર સુધીના રિમાન્ડ મંજૂર

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સ ફેક્ટરી કેસમાં NCB દ્વારા મધ્યપ્રદેશના 55 વર્ષીય અખ્તર પઠાણ અને રાજસ્થાનના 28 વર્ષીય જુનેદ ખાન નામના વધુ બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આજે 20 નવેમ્બરના રોજ કોર્ટે બંનેના સોમવાર બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સરખેજ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં વધુ 2 આરોપી ઝડપાયા, બંનેના 23 નવેમ્બરની બપોર સુધીના રિમાન્ડ મંજૂર

Sarkhej MD Drugs Factory Case Ahmedabad: અમદાવાદના સરખેજમાંથી ડ્રગ્સ ફેક્ટરી પકડાવવાના કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(NCB) દ્વારા વધુ બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશના 55 વર્ષીય આરોપી અખ્તર પઠાણ અને રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી 28 વર્ષીય જુનેદ ખાનનો સમાવેશ થાય છે. બંને આરોપીને આજે(20 નવેમ્બર) અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં 04 દિવસના રિમાન્ડની માગ સાથે NCBએ રજૂ કર્યા હતા. જ્યાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મહેશ પટેલની રજૂઆતોને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓના સોમવાર, બપોરે 01 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સરખેજ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં વધુ 2 આરોપી ઝડપાયા

ઉલ્લેખનિય છે કે, સરખેજમાં મુદ્દસર ખાનના ઘરેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી. જેમાં MD ડ્રગ્સ બનાવવા વપરાતુ 130 કિલો કેમિકલ મળી આવ્યું હતું. જ્યારે 26.67 ગ્રામ તૈયાર MD મળ્યું હતું. મુદ્દસર વર્ષ 2024થી આ પ્રવૃતિમાં સંકળાયેલો છે. તેના કુલ 05 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

અમદાવાદ ડ્રગ્સ ફેક્ટરી કેસ: આરોપી યુ-ટ્યુબ પરથી ડ્રગ્સ બનાવતા શીખ્યો, કમાણીમાંથી ₹1.5 કરોડનો બંગલો ખરીદ્યાની આશંકા

આરોપીના રિમાન્ડ માંગતા રજૂઆત કરાઈ હતી કે, મુદ્દસરના ઘરેથી ઝડપાયેલી MD બનાવવાની ફેક્ટરીમાં આરોપીઓ સંકળાયેલા છે. આ ગુનામાં એક પટેલ નામના આરોપીનું નામ સામે આવી રહ્યું છે, જેના વિશે વિગતો મેળવવાની છે. આરોપીઓએ રાજસ્થાનના એક પોલ્ટ્રી ફાર્મમાં ડ્રગ્સ બનાવવા પ્રયત્ન કર્યો હતો, તેની માહિતી મેળવવાની છે. આરોપીઓ ડ્રગ્સ બનાવવા સાધનો અને કેમિકલ ક્યાંથી લાવ્યા, ટ્રાન્સપોર્ટ વિશે પણ જાણવાનું છે.

ઉલ્લેખનિય છે કે, તપાસ દરમિયાન NCB સામે રાજસ્થાનના અક્રમ ભાઈ, શેરદીલ ખાન, જુનૈદ ખાન અને મધ્ય પ્રદેશના દાનિશનું નામ સામે આવ્યું હતું. મુદ્દસર દાનિશ પાસેથી પોતાના વપરાશ માટે MD લાવતો હતો. રાજસ્થાનના નૌગાવ ખાતે જુનૈદના પોલ્ટ્રી ફાર્મમાં MD ડ્રગ્સ બનાવવા પ્રયત્ન કરાયો હતો. NCB હાલમાં અમદાવાદ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મંદસૌર, જાઉરા વચ્ચેનું લિંકિંગ જાણવા કાર્ય કરી રહી છે. મુદ્દસર MD બનાવવા કાચો માલ ઈન્ડિયા માર્ટ થકી ઓઢવના વેપારીઓ પાસેથી લાવતો હતો.