Ahmedabad

અમદાવાદમાં ડિજિટલ પેમેન્ટના નામે લાખોની છેતરપિંડી કરનાર રૂષિલ શાહને પાસા

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા રૂષિલ શાહે ડિજિટલ પેમેન્ટના બહાને વેપારીઓ પાસેથી લાખોનો માલ મેળવી છેતરપિંડી આચરી હતી. સરખેજ, બોડકદેવ સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા હતા. તે એડિટેડ સ્ક્રીનશોટ મોકલીને પૈસા ચૂકવી દીધા હોવાની ખાતરી આપતો હતો. આ નવી મોડ્સ ઓપરેન્ડીથી ગુના આચરતા, સરખેજ પોલીસે તેની પાસા હેઠળ ધરપકડ કરી રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ડિજિટલ પેમેન્ટના નામે લાખોની છેતરપિંડી કરનાર રૂષિલ શાહને પાસા

Ahmedabad Crime News : અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા રૂષિલ શાહે ડિજિટલ પેમેન્ટના નામે લાખો રૂપિયાનો સામાન મેળવીને અલગ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી હતી. જે કેસના અનુસંધાનમાં સરખેજ પોલીસે રૂષિલ શાહની પાસા હેઠળ ધરપકડ કરીને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો.

શહેરના ઘાટલોડિયામાં આવેલા રત્નદીપ ટાવરમાં રહેતો રૂષિલ શાહે ડીજીટલ પેમેન્ટના નામે વેપારીઓ પાસે લાખો રૂપિયાનો સામાન મેળવીને સરખેજ, બોડકદેવ, બોપલ અને વાડજ તેમજ અન્ય પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી આચરી હતી. જેમાં તે વેપારીનો સપંર્ક કરીને તે લાખો રૂપિયાની કિંમતનો માલ ખરીદીને નાણાંનું પેમેન્ટ કર્યાનો એડીટેડ સ્ક્રીન શોટ મોકલીને નાણાં આપી દીધાની ખાતરી આપતો હતો અને છેતરપિંડીથી ખરીદેલો સામાન સસ્તામાં વેચી દેતો હતો.

આ નવી મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડીના એક પછી એક ગુના નોંધાયા હતા. જો કે સરખેજના ગુના બાદ પણ તે અન્ય વેપારીઓને ટારગેટ કરી તેવી શક્યતા હતી. જેથી સરખેજ પોલીસે પાસાની દરખાસ્ત કરી હતી. જે પોલીસ કમિશનરે મંજૂર કરતા રૂષિલ શાહની ધરપકડ કરીને રાજકોટ સેન્ટ્રલ જેલમાં પાસાની સજા હેઠળ મોકલી આપ્યો હતો.