અમદાવાદમાં અકસ્માતના બે અલગ-અલગ બનાવમાં 2ના મોત: વટવામાં કારની ટક્કરે આધેડે ઘટનાસ્થળે દમ તોડ્યો, ડમ્પરચાલકે સુરતના યુવાનનો જીવ લીધો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Accident News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે તેમજ બેફામ દોડતા વાહનોને કારણે સર્જાયેલા બે અલગ-અલગ અકસ્માતમાં બે લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. વટવા જીઆઈડીસીમાં ત્રિકમપુરા પાટિયા પાસે ઈકો કારે સાયકલ સવારોને ટક્કર મારતાં કંપની કર્મચારીનું મોત થયું હતું, જ્યારે પીપળજ નજીક સુરતથી આવેલા 19 વર્ષીય યુવકને પુરઝડપે આવેલા ડમ્પરે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. બંને કેસમાં 'જે' અને 'કે' ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુના નોંધી ફરાર વાહનચાલકો સામે તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં અકસ્માતના બે અલગ-અલગ બનાવમાં 2ના મોત
અમરાઈવાડીમાં રહેતા ભગવાનભાઈ સોલંકી વટવા જીઆઈડીસી સ્થિત એક કંપનીમાં નોકરી કરતા હતા. ગત શનિવારે તેઓ સાયકલ લઈને વટવા જીઆઈડીસીના ત્રિકમપુરા પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અનિયંત્રિત ઈકો કારના ચાલકે ભગવાનભાઈ તેમજ અન્ય એક સાયકલ ચાલકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને સાયકલ સવાર રોડ પર પટકાયા હતા, જેમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ભગવાનભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત સાયકલ ચાલકને સારવાર અર્થે ખસેડાયો છે. આ મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ઈકો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ડમ્પરચાલકે સુરતના યુવાનનો જીવ લીધો!
અન્ય બનાવમાં સુરતના કામરેજ વિસ્તારમાં રહેતો 19 વર્ષીય લલીતસિંહ રાવત પોતાના મિત્રો સાથે અમદાવાદ આવ્યો હતો. શનિવારે સવારે પીપળજ ધનલક્ષ્મી ટ્રાન્સપોર્ટ નજીકથી તે રોડ ક્રોસ કરી રહ્યો હતો, તે સમયે પુરઝડપે દોડી આવેલા ડમ્પરે તેને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓ થતાં લલીતસિંહનું મોત થયું હતું. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જી ભાગી છૂટેલા ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.




