Ahmedabad

અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, 25 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં શનિવારે (19 સપ્ટેમ્બર) રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા, ઘુમા, મકરબા, એસજી હાઇવે અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જેનાથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે 25 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, 25 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી

Ahmedabad Rain: અમદાવાદમાં શનિવારે(19 સપ્ટેમ્બર) રાત્રે વરસાદ વરસ્યો છે. જેમાં બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા, ઘુમા સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ શહેરમાં આજે(19 સપ્ટેમ્બર) મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દિવસભરના હળવા વાતાવરણ બાદ મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ થતાં શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

25 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 25 સપ્ટેમ્બર સુધી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવામાં અમદાવાદ શહેરના મકરબા, એસજી હાઇવે, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે.