Ahmedabad

અમદાવાદ: સગીરા સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ જાનથી મારવાની ધમકી, કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ફટકાર્યો કડક ચુકાદો

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના અમદુપુરામાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર જાવિદ ઘાંચીને પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ખાસ જજ એચ.એન. દેસાઈએ ભોગ બનનારને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો. બિલાડીને રમાડવા ગયેલી સગીરા સાથે જાવિદે બળજબરી કરી હતી. પોલીસે ઝડપી ચાર્જશીટ કરતા, 18 દસ્તાવેજો અને 12 સાક્ષીઓના આધારે કેસ સાબિત થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સગીરા સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ જાનથી મારવાની ધમકી, કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ફટકાર્યો કડક ચુકાદો

Ahmedabad POCSO Court Verdict: અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અમદુપુરામાં 11 વર્ષની સગીરા સાથે બળજબરી પૂર્વક જાતીય સતામણી કરનાર 20 વર્ષીય આરોપી જાવિદ ઘાંચીને પોકસો કોર્ટના ખાસ જજ એચ.એન.દેસાઇએ દોષિત ઠેરવી 20 વર્ષની સખત સજા ફટકારવાનો આદેશ કર્યો છે. કોર્ટે ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ.4 લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

બિલાડીને રમાડવા ગયેલી સગીરા સાથે બળજબરી પૂર્વક જાતીય સતામણી

શહેરના અમદુપુરામાં રહેતી મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આરોપી જાવિદ ઘાંચી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 27 જૂન 2025ના રોજ સાંજે 7.30 વાગ્યે મહિલાની સગીર દીકરી બાથરૂમ કરવાં ગયેલી અને પરત પાછી આવી ત્યારે તેના ગુપ્ત ભાગે દુખાવો થતો હતો.

શું હતી સમગ્ર ઘટના?

દીકરીએ આ અંગે માતાને જાણ કરતાં માતાએ તેના ગુપ્ત ભાગે તપાસ કરતાં સોજો આવ્યો હતો. આથી માતાએ વધુ પૂછપરછ કરતાં સગીરાએ કહેલું કે, '26 જૂન 2025 ના રોજ સાંજે 6.30 વાગ્યે તે બિલાડીને રમાડવા માટે જાવિદ ઘાંચીના ઘરે ગઈ હતી. એ વખતે જાવિદે બળજબરી પૂર્વક તેણી સાથે જાતીય સતામણી કરી હતી. આથી મે બૂમાબૂમ કરતાં તેણે મને છોડી દીધી હતી. અને આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.'

પોકસો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત સજા ફટકારી

ઘટનાની ગંભીરતા ધ્યાને રાખી શહેર કોટડા પોલીસે તપાસ હાથ ધરી આરોપી જાવિદ ઘાંચીની ધરપકડ કરી પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ડી.એમ. ઠાકોરે 18 દસ્તાવેજો અને 12 સાક્ષીઓ તપાસી આરોપી સામેનો કેસ પુરવાર કર્યો હતો.