Ahmedabad

અમદાવાદ: વટવામાં યુવકે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વટવા વિસ્તારમાં 20 વર્ષીય યુવતી સાથે લગ્નની લાલચ આપી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સોસાયટીમાં રહેતા અર્શ ઈરશાદ રંગરેઝે ત્રણ વર્ષ સુધી પ્રેમસંબંધ રાખી દુષ્કર્મ આચર્યું હતું. યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધા બાદ પણ પીડિતા સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો. પીડિતાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વટવામાં યુવકે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Ahmedabad Crime News: અમદાવાદના વટવા વિસ્તારમાં લગ્નની લાલચ આપી 20 વર્ષીય યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોસાયટીમાં જ રહેતા યુવકે ત્રણ વર્ષ સુધી પ્રેમસંબંધ રાખી દુષ્કર્મ આચર્યા બાદ અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કરી લીધા હતા. પીડિતાએ આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રેમસંબંધ બાંધી યુવતીને ઘરે એકલી બોલાવી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા!

મળતી માહિતી અનુસાર, વટવા ખાતે રહેતી 20 વર્ષીય યુવતીને આશરે ત્રણ વર્ષ અગાઉ તેની સોસાયટીમાં રહેતા અર્શ ઈરશાદ રંગરેઝ સાથે તેને પરિચય થયો હતો. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમસંબંધના બે મહિના બાદ, જ્યારે આરોપીના ઘરે કોઈ હાજર નહોતું ત્યારે તેણે યુવતીને પોતાના ઘરે બોલાવી હતી.

યુવકે 'હું તારી સાથે લગ્ન કરીશ" તેવી લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પણ આરોપીએ લગ્નનું વચન આપીને અવારનવાર ત્રણથી ચાર વખત પોતાના ઘરે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એકાદ વર્ષ પહેલાં આરોપી અર્શ રંગરેઝની સગાઈ અન્ય છોકરી સાથે થઈ જતાં યુવતીએ આ અંગે પૂછપરછ કરી હતી. ત્યારે આરોપીએ પરિવારના દબાણનું બહાનું કાઢી પોતે તેની સાથે જ લગ્ન કરશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. બાદમાં આરોપીના લગ્ન પણ અન્ય જગ્યાએ નક્કી થઈ ગયા હોવા છતાં, તે યુવતીને પ્રેમ કરતો હોવાનું અને બીજા લગ્ન કરી લેશે તેવી લાલચ આપી ઇન્સ્ટાગ્રામ પર વાતચીત ચાલુ રાખી હતી.

દરમિયાન પાંચેક દિવસ પહેલાં યુવતીના પિતાએ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરતાં બંને વચ્ચે થયેલી ચેટ સામે આવી હતી. પરિવારે પૂછપરછ કરતાં યુવતીએ સમગ્ર હકીકત જણાવી દીધી હતી. જેથી યુવતીના પિતાએ આરોપીના માતા-પિતાને ઘરે બોલાવી લગ્ન બાબતે વાત કરી હતી, પરંતુ તેઓએ લગ્ન કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આરોપીએ પણ બાદમાં કોઈ જવાબ ન આપતાં આખરે યુવતીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.