Ahmedabad

ખેડામાં આવેલા ONGCના કૂવામાં પંપ લગાવી ઓઇલની ચોરી: ગુજરાત ATSએ 8,000 લિટર જથ્થા સાથે 6 આરોપીઓને ઝડપ્યા

By GS Team
19 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ONGCના કૂવામાંથી ક્રૂડ ઓઈલ ચોરીનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSએ વટવા-વિંઝોલ રીંગરોડ પરથી 8,000 લિટર ક્રૂડ ઓઈલ સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ખેડાના સારસા ખાતેના ONGCના કૂવામાંથી કેશીંગ વાલ્વ અને પંપ લગાવી આ ચોરી કરવામાં આવી હતી. દાણીલીમડાના ગફ્ફાર રંગરેજ સહિતના શખ્સો વેચાણ અર્થે ક્રૂડ ઓઈલ અમદાવાદ લાવ્યા હતા. પોલીસે ટેન્કર અને ટ્રકમાંથી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડામાં આવેલા ONGCના કૂવામાં પંપ લગાવી ઓઇલની ચોરી: ગુજરાત ATSએ 8,000 લિટર જથ્થા સાથે 6 આરોપીઓને ઝડપ્યા

Ahmedabad crude oil smuggling : અમદાવાદમાં ONGCના કૂવામાંથી ચોરી કરાયેલા ક્રૂડ ઓઈલ સાથે આરોપીઓ ઝડપાયા છે. ગુજરાત ATSની ટીમે બાતમીના આધારે વટવા-વિંઝોલ રીંગરોડ પર હેપ્પી ભરવાડના પાર્કિંગમાં દરોડા પાડી ONGCના કૂવામાંથી ચોરી કરાયેલા આશરે 8,000 લિટર ક્રૂડ ઓઈલના જથ્થા સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે, ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ONGCના ઓઈલ કૂવામાંથી આ ક્રૂડ ઓઈલની ચોરી કરીને વેચાણ અર્થે અમદાવાદ લાવવામાં આવ્યું હતું.

હેપ્પી ભરવાડના પાર્કિંગમાં દરોડા પાડી ક્રૂડ ઓઈલ ચોરી ઝડપી

મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ATSને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારના ગફારભાઈ રંગરેજ, મોહસીન રંગરેજ, ઉસ્માનભાઈ અને ONGCમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો નસરુદ્દીન મલેક ઉર્ફે વીકી નામના શખસો ONGCની પાઈપલાઈનમાંથી ક્રૂડ ઓઈલની ચોરી કરીને વટવા-વિંઝોલ રીંગ રોડ પર આવેલા હેપ્પી ભરવાડના પાર્કિંગમાં ઓઈલ ખાલી કરી રહ્યા છે.

8000 લિટર ક્રૂડ ઓઈલ સાથે 6 આરોપી ઝડપાયા

આ બાતમીના આધારે સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા. આ દરમિયાન ONGC લખેલા ટેન્કરમાંથી ટ્રકમાં રાખેલા ટાંકામાં પાઈપ મારફતે ક્રૂડ ઓઈલ ખાલી કરવામાં આવી રહ્યું હતું. ટીમે સ્થળ પરથી ગફાર અને મોહસીન સહિત કુલ છ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે ટેન્કરમાંથી 4500 લિટર અને ટ્રકમાંથી 500 લિટર મળી કુલ 8000 લિટર ક્રૂડ ઓઈલ જપ્ત કર્યું છે.

ઓઈલના કૂવામાં કેશીંગ વાલ્વ મારફતે ફાઈટર પંપ લગાવી ઓઈલ ચોરી

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેમણે ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ONGCના ઓઈલ કૂવા નંબર-26 પરથી કેશીંગ વાલ્વ મારફતે ફાઈટર પંપ લગાવીને આ ઓઈલની ચોરી કરી હતી.

ઝડપાયેલા આરોપી

  • ગફ્ફાર રંગરેજ (ઉ.વ. 61)
  • મોહસીન રંગરેજ (ઉ.વ. 35)
  • મોહમદ જાવેદ રંગરેજ (ઉ.વ. 44)
  • નસીરૂદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક (ઉ.વ. 42)
  • ભીખા ચૌહાણ (ઉ.વ. 46)
  • રાયસંગ ઠાકોર (ઉ.વ. 40)