Ahmedabad

મેદસ્વિતા, દારૂના વધુ પડતા સેવનથી પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ, સિવિલમાં 6 વર્ષમાં 100થી વધુ કેસ

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
સામાન્ય રીતે મહિલાઓમાં જોવા મળતું બ્રેસ્ટ કેન્સર હવે પુરુષોમાં પણ દસ્તક દઈ રહ્યું છે. અમદાવાદના 45 વર્ષીય વેપારીને છાતીમાં ગાંઠ થતાં તપાસમાં બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં છેલ્લા 6 વર્ષમાં પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરના 104 કેસ નોંધાયા છે. વધુ પડતો દારૂ, મેદસ્વીપણું અને આનુવંશિકતા મુખ્ય કારણો છે. કોઈપણ અસામાન્ય લક્ષણ જણાય તો તુરંત નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેદસ્વિતા, દારૂના વધુ પડતા સેવનથી પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ, સિવિલમાં 6 વર્ષમાં 100થી વધુ કેસ

Male Breast Cancer: સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સર માત્ર મહિલાઓનો જ રોગ મનાય છે, પરંતુ આ ભ્રમણા હવે ભાંગી રહી છે. આશ્ચર્યજનક રીતે, પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સર દસ્તક દઈ શકે છે. તબીબી વિજ્ઞાન મુજબ, આ કેન્સર દુર્લભ છે પણ શરીરમાં બ્રેસ્ટ ટિશ્યુઝ હોવાથી કેન્સરના કોષ અનિયંત્રિત રીતે વધવાની સંભાવના રહે છે. આપણી ખરાબ જીવનશૈલી આ જોખમને અનેકગણું વધારે છે. જેના માટે દારૂ અને મેદસ્વીપણું મુખ્યત્વે જવાબદાર છે.

પીડારહિત સખત ગાંઠ, ત્વચામાં ફેરફાર, રૂઝ નહીં આવતી ચાંદી જેવા લક્ષણોને અવગણવા જોખમી પુરવાર થઈ શકે છે

તાજેતરમાં જ અમદાવાદના 45 વર્ષીય એક વેપારીની છાતીના ભાગમાં અચાનક પીડારહિત સખત ગાંઠ દેખાઈ હતી. પ્રાથમિક તબક્કે તેને સામાન્ય સોજો ગણીને નજરઅંદાજ કરાયા બાદ, તબીબી તપાસ દરમિયાન બ્રેસ્ટ કેન્સરનું પહેલો તબક્કાનું નિદાન થયું હતું. અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે છેલ્લા 6 વર્ષમાં જ પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરના 104 કેસ નોંધાયા છે.

20261026-279127-1792952601.jpeg

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર થવા પાછળ અતિશય દારૂનું સેવન એક મોટું કારણ છે. આલ્કોહોલને કારણે લિવર નબળું પડે છે, જેથી શરીરમાં 'એસ્ટ્રોજન'નું પ્રમાણ વધી જાય છે. આ ઉપરાંત સ્થૂળતા, આનુવંશિક કારણો, વધતી ઉંમરથી પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહે છે. તબીબોના મતે પુરુષોમાં સ્તનના કોષો ઓછા પ્રમાણમાં હોવાથી કેન્સર શરીરના અન્ય ભાગમાં ઝડપથી ફેલાવવાની શક્યતા રહે છે. જેના કારણે છાતીના ભાગમાં કોઈપણ અસામાન્ય ફેરફાર જણાય તો તાત્કાલિક કેન્સર નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.

20261026-279127-1792952601 (1).jpeg

પીડારહિત સખત ગાંઠ, ત્વચામાં ફેરફાર, રૂઝ નહીં આવતી ચાંદી જેવા લક્ષણોને અવગણવા જોખમી પુરવાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેસ્ટ કેન્સરના ૬ વર્ષમાં કુલવ ૭૯૨૦ કેસ નોંધાયા છે. જેમાં ૫૩.૧૮ ટકા ૫૦થી વધુ, ૩૦.૫૨ ટકા કેસ ૪૦થી ૫૦ની વયજૂથમાં હોય છે.