અમદાવાદ: નારણપુરા જૈન દેરાસરમાં ચોરી કરનારા 3 શખસો 20 દિવસે ઝડપાયા, LCBએ Rs 1.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Naranpura Jain Derasar Theft Case In Ahmedabad: અમદાવાદમાં ચોરી, લૂંટ, મારામારીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે થોડા દિવસો પહેલા શહેરના નારણપુરા વિસ્તારોમાં આવેલા જૈન દેરાસરમાં ત્રણ તસ્કરો ત્રાટક્યાં હતા અને દેરાસરમાંથી ચાંદીનો મુગટ અને છતરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના દેરાસરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં LCBએ જૈન દેરાસરમાં ચોરી કરનારા 3 શખસોને 20 દિવસે ઝડપી પાડ્યા છે અને આરોપી પાસેથી રૂ.1.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નારણપુરા જૈન દેરાસરમાં ચોરી કરનારા 3 શખસો 20 દિવસે ઝડપાયા
પોલીસ ફરિયાદ મુજબ, શહેરના નારણપુરા, પ્રગતિનગર ખાતે આવેલા એક જૈન મંદિરમાંથી આશરે 20 દિવસ પહેલાં પદ્માવતી માતાજીના ચાંદીના મુગટ અને છતરની ચોરી થવાની ઘટના બની હતી. આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં LCB ઝોન-1 ની ટીમે બાતમીના આધારે ચોરી કરનારા ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે.
આરોપીના નામ
- બળદેવ વાંસફોડીયા (ઉં.વ. 24)
- રવિ પાટણવાડીયા (ઉં.વ. 19)
- અરૂણ ડાભી (ઉં.વ. 22)
રૂ.1.76 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂ. 76,000 ની કિંમતનો ચાંદીનો મુગટ તથા છતર અને ગુનામાં વપરાયેલી રૂ.1,00,000 ની ઓટો રિક્ષા મળીને કુલ રૂ. 1,76,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરીના ગુના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.









