અમદાવાદના વિંઝોલ રેલવે ક્રોસિંગના બદહાલ રસ્તાથી વાહનચાલકો પરેશાન, તાત્કાલિક રોડ રિપેરની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Vinzol News : વટવા રેલવે સ્ટેશન અને વટવા રેલવે યાર્ડ વચ્ચે આવેલા વિંઝોલ રેલવે ક્રોસિંગની બંને તરફનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા અને બદતર હાલત હોવાથી વાહનચાલકો માટે અવરજવર મુશ્કેલ બની છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. ખાડાઓના કારણે અકસ્માતની શક્યતા પણ સતત રહે છે.

સ્થાનિકોની રોડ રીપેરિંગની માગ
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે, તેમ છતાં લાંબા સમયથી રસ્તાની યોગ્ય મરામત કરવામાં આવી નથી. જનતાના કરવેરાના નાણાંથી શહેરમાં વિકાસના કામો કરવામાં આવે છે,ત્યારે આવી જાહેર સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું જરૂરી છે.

સ્થાનિકો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત વિભાગને વિંઝોલ રેલવે ક્રોસિંગની બંને તરફની સડકનું તાત્કાલિક નિરીક્ષણ કરાવી ખાડાઓ પૂરવા તેમજ જરૂરી રોડવર્ક કરાવવા માંગ કરવામાં આવી છે.
હવે તંત્ર દ્વારા આ ગંભીર જનસમસ્યાને કેટલી ઝડપથી ઉકેલવામાં આવે છે, તેના પર સૌની નજર છે. આ માત્ર રસ્તાની સમસ્યા નથી, પરંતુ હજારો લોકોની સુરક્ષા અને રોડ સલામતીનો સવાલ છે.









