Ahmedabad

ચોમાસાની વિદાયને આડે હવે 25-30 દિવસ, સૌરાષ્ટ્ર-કચ્છને દુકાળગ્રસ્ત જાહેર કરવાની નોબત આવી શકે! જુઓ કયા જિલ્લામાં વરસાદની કેટલી ઘટ?

By GS Team
27 Aug 202610 mins read
TukuTouch Logo
રાજ્યના 17 જિલ્લામાં 3થી 87 ટકા સુધી વરસાદની ઘટ છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ સૌથી વધુ પ્રભાવિત છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી. જો સપ્ટેમ્બર અંત સુધી સારો વરસાદ નહીં થાય તો સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે અલ નીનોની અસર વર્તાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસાની વિદાયને આડે હવે 25-30 દિવસ, સૌરાષ્ટ્ર-કચ્છને દુકાળગ્રસ્ત જાહેર કરવાની નોબત આવી શકે! જુઓ કયા જિલ્લામાં વરસાદની કેટલી ઘટ?
AI તસવીર

Gujarat Rain Update: રાજ્યમાં વરસાદ ખેંચાતા હાલ 17 જિલ્લામાં 3થી લઈને 87 ટકા સુધી વરસાદની ઘટ છે, ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ હાલ સૌથી ખરાબ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી 7 દિવસ ભારે વરસાદના એંધાણ નથી.

જો આગામી સપ્તાહમાં સારો વરસાદ ન આવે તો સૌરાષ્ટ્રમાં દુષ્કાળ

બીજી તરફ હવામાન નિષ્ણાંતો માની રહ્યા છે કે અલ નીનોની તીવ્રતા અને તેની ચોમાસા પર પડેલી વિપરીત અસરોના કારણે જો આગામી અઠવાડિયા સુધી વરસાદ નહીં પડે તો સૌરાષ્ટ્ર વિસ્તારને દુષ્કાળ જાહેર કરવાની નોબત આવી શકે. કારણ કે સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસું રાજ્યમાં વિદાય લેતું હોય છે.

કયા જિલ્લામાં કેટલા ટકા વરસાદની ઘટ? (સોર્સ:mausam.imd.gov.in)

image.png
AI તસવીર

ભારે વરસાદની કોઈ શક્યતા નહીં!

આગામી 7 દિવસો માટે હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. પરંતુ આગામી અઠવાડિયા દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ વરસાદ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ તટીય દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો ઉત્તરીય ભાગ મોટે ભાગે સૂકો રહેવાની સંભાવના છે અને ત્યાં માત્ર હળવા વરસાદની શક્યતા છે.

image.png

અમદાવાદ-ગાંધીનગરનું 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું છે અને તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. તેમજ આગામી દિવસોમાં પણ હવામાનની સ્થિતિ હળવી રહેશે અને મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

image.png
image.png
image.png