Ahmedabad

મોડસ ઓપરેન્ડી સમજો...ગેસ બિલના નામે વધુ એક અમદાવાદી છેતરાયો! ખાતામાંથી 1 લાખ ઉડી ગયા

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં સાયબર ઠગોએ ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી નારોલના કીર્તીકુમાર પટેલને નિશાન બનાવ્યા છે. અદાણી ગેસ બિલ અપડેટના નામે તેમને વોટ્સએપ લિંક મોકલી, APK ફાઈલ ડાઉનલોડ કરાવતા ICICI બેન્ક ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડી લેવાયા. છેલ્લા 6 મહિનામાં આવા 35 કિસ્સા નોંધાયા છે. કીર્તીકુમારે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોડસ ઓપરેન્ડી સમજો...ગેસ બિલના નામે વધુ એક અમદાવાદી છેતરાયો! ખાતામાંથી 1 લાખ ઉડી ગયા

Ahmedabad Crime news : અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો સતત વધી રહ્યા છે, જેમાં હવે ઠગો ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને લોકોને નિશાન બનાવી રહ્યા છે. નારોલ વિસ્તારમાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં નોકરી કરતા કીર્તીકુમાર પટેલ આ નવા પ્રકારની ઓનલાઇન ઠગાઈનો શિકાર બન્યા છે. તેમને અદાણી ગેસ બિલ અપડેટ કરવાના નામે વોટ્સએપ પર એક લિંક મોકલવામાં આવી હતી, જેના દ્વારા તેમના બેન્ક ખાતામાંથી 1 લાખ રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવતા તેમણે નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 6 મહિનામાં જ આ પ્રકારના 35 જેટલા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

ગત 28 ઓગસ્ટના રોજ કીર્તીકુમારના જમાઈ રીતુલકુમારે તેમને વોટ્સએપ પર અદાણી ગેસ કંપનીની બિલ ભરવા અંગેની એક નોટિસ ફોરવર્ડ કરી હતી. આ નોટિસમાં આપેલા નંબર પર સંપર્ક કરતા સામેની વ્યક્તિએ પોતાને અદાણી ગેસના કર્મચારી તરીકે ઓળખાવી હતી. વાતચીત દરમિયાન તે અજાણ્યા શખ્સે બીજા નંબર પરથી વોટ્સએપમાં બે અલગ અલગ એપીકે ફાઈલ મોકલી હતી. જેવી કીર્તીકુમારે આ બંને ફાઈલ પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરી, તરત જ તેમનો મોબાઈલ હેંગ થઈ ગયો હતો અને તેમના ફોન પર સતત મેસેજ આવવાની શરૂઆત થઈ ગઈ હતી.

જ્યારે તેમણે બેન્કની એપ્લિકેશનમાં તપાસ કરી ત્યારે તેમને જાણ થઈ કે તેમના આઈસીઆઈસીઆઈ બેન્કના ખાતામાંથી કટકે-કટકે કુલ 1 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા છે. આ ઠગે ઓફિસિયલ એપ્લિકેશનના બદલે થર્ડ પાર્ટી એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવીને મોબાઈલની તમામ પરમિશન મેળવી લે છે. આ પ્રક્રિયાથી ફોનનું સ્ક્રીન મિરરિંગ થઈ જાય છે અને બેન્ક ટ્રાન્ઝેક્શનના તમામ ઓટીપી સીધા હેકર્સ પાસે પહોંચી જાય છે. પોતાની સાથે થયેલી આ છેતરપિંડીનો અહેસાસ થતા જ પીડિતે પહેલા 1930 સાયબર હેલ્પલાઇન પર જાણ કરી હતી અને ત્યારબાદ નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.