અમદાવાદના હાથીજણ સર્કલ નજીક અકસ્માત: પૂરઝડપે આવતા ટ્રકે બાઇકને અડફેટે લેતા આધેડનું સ્થળ પર જ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Accident: અમદાવાદના હાથીજણ સર્કલ નજીક નવમી ઓગસ્ટે સાંજે એક બેકાબૂ ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક સવાર આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલા તેમના પત્ની અને 10 વર્ષના માસૂમ પૌત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કેવી રીતે અકસ્માત સર્જાયો
ઘોડાસર વિસ્તારમાં રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા મેલા ચૌહાણ પત્ની રંજનબેન અને 10 વર્ષીય પૌત્ર સાથે બાઇક પર હાથીજણ ખાતે સંબંધીના ઘરે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ રિંગરોડ પર મામાદેવ ધાબા સામેના કટ પાસેથી પસાર થતી વખતે પૂરઝડપે આવતા ટ્રકે તેના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ ત્રણેય જણા રસ્તા પર પટકાયા હતા, જેમાં ટ્રકનું ટાયર મેલા પર ફરી વળતા તેમણે ત્યાં જ જીવ ગુમાવ્યો હતો.
રસ્તા પર થયેલા આ ભયાનક અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકોની ભીડ ભેગી થતી જોઈને ગભરાયેલો ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ સમગ્ર મામલે મૃતકના પત્ની રંજનબહેન જે ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી.









