Ahmedabad

ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ-સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો ચેન્નઈથી પકડાયો

By GS Team
7 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદ અને સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઈ-મેઇલના તાર ચેન્નઈથી જોડાયા છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચેન્નઈથી ઈ-મેઇલ મોકલનાર આરોપીની અટકાયત કરી છે. શનિવારે (પાંચમી સપ્ટેમ્બર) ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રારને ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. જોકે, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં, સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ-સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો ચેન્નઈથી પકડાયો

Ahmedabad surat Bomb Threat News: અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ અને સુરત સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઈ-મેઇલના તાર ચેન્નઈથી જોડાયા છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ચેન્નઈથી ઈ-મેઇલ મોકલનાર આરોપીની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીને અમદાવાદ લાવીને તેની ઘનઘોર પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ અને સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી

મળતી માહિતી અનુસાર, શનિવારે (પાંચમી સપ્ટેમ્બર) ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રારના અધિકૃત ઈ-મેઇલ આઇડી પર 'bomb rdx ahmedabad and surat court' લખેલો ધમકીભર્યો મેઇલ આવ્યો હતો. ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં જ કોર્ટ પ્રશાસન અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બોમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા તુરંત જ કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કલાકોની તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી.

ઈ-મેઇલ અફવા સાબિત થતાં જ સાયબર ક્રાઇમે ગુનો નોંધી ટેકનિકલ એનાલિસિસ અને આઇપી એડ્રેસના આધારે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન આ ઈ-મેઇલ ચેન્નઈથી થયો હોવાનું સામે આવ્યું હતું. આથી સાયબર ક્રાઇમની ટીમે તુરંત ચેન્નઈ પહોંચી આરોપીને ઝડપી લીધો હતો. આરોપીએ કયા કારણસર આ ધમકીભર્યો ઈ-મેઇલ કર્યો હતો અને અગાઉ પણ આવા કૃત્યોમાં સામેલ હતો કે કેમ, તે દિશામાં સાયબર ક્રાઇમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.