Ahmedabad

ડોમ માટે બમણાં પૈસા ચૂકવનાર ખેલૈયાઓમાં રોષ: કીર્તિદાનના ગરબામાં ટિકિટની કિંમત અડધી થઈ, લોકો છેતરાયા

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ગોપાલ ફાર્મમાં કીર્તિદાન ગઢવીના ગરબાનો AC ડોમ ધરાશાયી થતાં વિવાદ સર્જાયો છે. ખેલૈયાઓએ ₹2000ની એડવાન્સ ટિકિટ ખરીદી હતી, પરંતુ હવે ટિકિટના ભાવ અડધા થતાં રીફંડની માંગ કરી રહ્યા છે. આયોજકોએ રીફંડ આપવાનો ઇનકાર કરતા હોબાળો થયો. ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ભાવ ઘટાડાયા નહોતા, જેથી ખેલૈયાઓએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડોમ માટે બમણાં પૈસા ચૂકવનાર ખેલૈયાઓમાં રોષ: કીર્તિદાનના ગરબામાં ટિકિટની કિંમત અડધી થઈ, લોકો છેતરાયા

Kirtidan Gadhvi Garba AC Dome Collapsed Ahmedabad Gopal Farm Ticket Refund Dispute | એસ પી રીંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં કીર્તિદાન ગઢવીના પરંપરા ગરબાનો એસી ડોમ ધરાશાયી થતા બીજા નોરતેથી ગરબા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે મોટાભાગના ખેલૈયાઓએ એડવાન્સમાં બે હજાર રૂપિયા પ્રતિદિનની કિંમતના ટિકિટના નાણાં ચૂકવ્યા હતા. પરંતુ, હવે ટિકિટની કિંમત અડધી કરવામાં આવતા બમણાં નાણાં ચૂકવનારાઓએ રીફંડની માંગણી કરી છે. જો કે આયોજકોએ નાણાં પરત આપવાનો ઈનકાર કરતા ભારે હોબાળો થયો હતો.

એસી ડોમના રૂપિયા બે હજારના પાસ એડવાન્સમાં લીધા બાદ હવે ખેલૈયાઓ અડધા નાણાં રીફંડ લેવા માટે દોડ્યા

કીર્તિદાન ગઢવીના પરંપરાના નામે એસી ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર ટિકિટના 999, 1399 અને 2499 જેટલી કિંમત રાખવામાં આવી હતી અને એસી ડોમ હોવાથી મોટાભાગના ખેલૈયાઓએ એડવાન્સમાં ટિકિટ ખરીદી હતી. ત્યારે હવે એસી ડોમ નવરાત્રિના બે દિવસ પહેલાં જ તૂટી પડતા પ્રથમ નવરાત્રિએ ગરબાનું આયોજન શક્ય બન્યું નહોતું અને બીજા દિવસે સોમવારે ગરબા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે સાથે આયોજકોએ એવી પણ જાહેરાત કરી હતી કે ગરબા ખુલ્લામાં યોજવામાં આવનાર હોવાથી ટિકિટના દર પણ અડધા થશે. જેથી એડવાન્સમાં ટિકિટ ખરીદનારાઓએ રીફંડની માંગણી કરી હતી. પરંતુ, ઓનલાઈન નાણાં ચૂકવનારને રીફંડની ના પાડવામાં આવતા હોબાળો થયો હતો. જેથી કેટલાંક લોકોને રીફંડ આપવાની ખાતરી આપીને રોષ શાંત કરવા માટે પ્રયાસ કરાયો હતો. એટલું જ નહીં ઓનલાઈન પ્લેટફોર્મ પર ટિકિટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો નહોતો અને 999, 1399 અને 2499 રૂપિયા જ વસૂલવામાં આવતા હતા. આમ, આયોજકો દ્વારા છેતરપિંડી કરાયાનો આરોપ ખેલૈયાઓએ લગાવ્યો હતો.

અનેક આયોજકોએ ક્ષમતા કરતાં વધારે ટિકિટ વેચતા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ રમી ન શક્યા

નવરાત્રિમાં નફો કમાવવા માટે કેટલાક આયોજકોએ નિયમોનો સરેઆમ ભંગ કર્યો હતો. આયોજકો માટે મહત્વના નિયમો બનાવાયા છે. જે પૈકી તેમની ગ્રાઉન્ડ ક્ષમતા કરતા વધારે લોકોને ટિકિટનું વેચાણ ન કરવું અને ગ્રાઉન્ડમાં નક્કી કરેલી મર્યાદા કરતા વધારે લોકો એકઠા થાય તો ખેલૈયાઓ રમી ન શકે તેમજ ભાગદોડમાં જાનહાની થવાની પણ શક્યતા રહે છે. પરંતુ, તેમ છતાંય, કેટલાંક ગરબાના આયોજકોએ રોકડી કરવા માટે નિયત મર્યાદા કરતા વધારે પ્રવેશ આપ્યો હતો. જેના કારણે સાત થી આઠ જેટલા ગ્રાઉન્ડ પર હોબાળો થયો હતો અને લોકો ગરબે રમી શક્યા નહોતા.