Ahmedabad

VIDEO| અમદાવાદમાં રેલવેની મોટી બેદરકારી: કન્ફર્મ ટિકિટ હોવા છતાં 200થી વધુ મુસાફરોને ટ્રેનમાં ન ચઢવા દીધા, ગોરખપુર ટ્રેન હાઉસફુલ થતાં હોબાળો

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 5 નવેમ્બરના રોજ ગોરખપુર જતી ટ્રેનમાં 200થી વધુ મુસાફરોને ટિકિટ હોવા છતાં ચઢવા દેવાયા નહોતા. ટ્રેન ભરાઈ જતાં જગ્યાના અભાવે તેમને રોકવામાં આવ્યા હતા. આ મુસાફરોને બાદમાં સાબરમતી સ્ટેશનેથી સવારે 9.55 વાગ્યે ઉપડતી ગોરખપુર ટ્રેન પકડવા સૂચના અપાઈ હતી. અચાનક સ્ટેશન બદલવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમદાવાદમાં રેલવેની મોટી બેદરકારી: કન્ફર્મ ટિકિટ હોવા છતાં 200થી વધુ મુસાફરોને ટ્રેનમાં ન ચઢવા દીધા, ગોરખપુર ટ્રેન હાઉસફુલ થતાં હોબાળો

Passengers Denied Boarding Gorakhpur Train: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ગુરુવારે(5 નવેમ્બર) સવારે ગોરખપુર જતી ટ્રેનમાં મુસાફરી કરવા આવેલા 200થી વધુ પેસેન્જરોને ટિકિટ હોવા છતાં ટ્રેનમાં ચઢવા દેવામાં આવ્યા નહોતા. સવારે 9.10 વાગ્યે અમદાવાદથી ઉપડતી ટ્રેન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પેસેન્જરો સ્ટેશન પર પહોંચી ગયા હતા. ટિકિટ લઈને લાઇનમાં બેઠેલા પેસેન્જરોને પોલીસ દ્વારા હોલ્ડિંગ એરિયામાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને લાઇનબદ્ધ રીતે ટ્રેનના કોચ સુધી લઈ જવામાં આવતા હતા.

આ સૌથી પહેલા બતાવજો ફોટો, પેન કરીને.jpeg

કન્ફર્મ ટિકિટ હોવા છતાં 200થી વધુ મુસાફરોને ટ્રેનમાં ન ચઢવા દીધા

જો કે, સ્ટેશન પર ભીડ વધુ હોવાથી કોચમાં પહોંચ્યા બાદ ટ્રેનના લગભગ તમામ કોચ હાઉસફુલ થઈ જતાં બેસવાની તો દૂર, ઊભા રહેવાની પણ જગ્યા ન હોવાથી 200થી વધુ પેસેન્જરોને ટ્રેનમાં ચઢતા અટકાવવામાં આવ્યા હતા. ટિકિટ હોવા છતાં ટ્રેનમાં જગ્યા ન મળતાં પેસેન્જરોની મુશ્કેલી વધી હતી.

સાબરમતીથી ટ્રેન પકડવા સૂચના અપાઈ

કાલુપુર સ્ટેશન પર ટ્રેનમાં ચઢી ન શકેલા પેસેન્જરોને અમદાવાદના બદલે સાબરમતી સ્ટેશનથી ગોરખપુર જતી ટ્રેન પકડવા સૂચના આપવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે, સાબરમતીથી સવારે 9.55 વાગ્યે ગોરખપુર જતી ટ્રેનમાં તેઓ મુસાફરી કરી શકશે.

WhatsApp Image 2026-11-05 at 4.55.09 PM (1).jpeg

આથી વહેલી સવારથી કાલુપુર સ્ટેશન પર ટિકિટ લઈને રાહ જોઈ રહેલા પેસેન્જરોને છેલ્લી ઘડીએ ખાનગી વાહનો દ્વારા સાબરમતી સ્ટેશન પહોંચવાનો વારો આવ્યો હતો. ટ્રેન પકડવા માટે પહેલેથી જ લાઇનમાં બેઠેલા પેસેન્જરોને અચાનક સ્ટેશન બદલવાની સૂચના મળતાં તેમની હાલાકી વધી હતી.