Ahmedabad

ટ્રેન મુસાફરી પહેલાં સ્ટેટસ ચકાસજો! દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ રેલવેના કામકાજને લીધે લાંબા-ટૂંકા અંતરની અનેક ટ્રેનો પ્રભાવિત

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
ઝારસુગુડા પેસેન્જર યાર્ડના રિમોડેલિંગને કારણે 4 ટ્રેનો 11 થી 15 ડિસેમ્બર દરમિયાન રદ કરાઈ છે. તેમાં 12949/12950 પોરબંદર-સાંતરાગાછી એક્સપ્રેસ અને 22905/22906 ઓખા-શાલીમાર એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ઉત્રાણ સ્ટેશનના વિકાસ કાર્યને કારણે 8, 9 અને 13 ઓક્ટોબરે ભરૂચ-સુરત મેમુ (69198) રદ રહેશે. મુસાફરોને ટ્રેનનું સ્ટેટસ તપાસીને મુસાફરી કરવા રેલવેએ જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રેન મુસાફરી પહેલાં સ્ટેટસ ચકાસજો! દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ રેલવેના કામકાજને લીધે લાંબા-ટૂંકા અંતરની અનેક ટ્રેનો પ્રભાવિત

Gujarat Trains Updates: દક્ષિણ પૂર્વ રેલવેના ચક્રધરપુર ડિવિઝન હેઠળ ઝારસુગુડા પેસેન્જર યાર્ડના રિમોડેલિંગ માટે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક લાંબા અંતરની ટ્રેનોના સંચાલન પર અસર પડશે. રેલવે દ્વારા ચાર ટ્રેનોના ચોક્કસ ફેરા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ઉત્રાણ સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવાના યાર્ડ રિમોડેલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI)ના કામને કારણે 13 ઓક્ટોબર સુધી ટ્રેનોનું સંચાલન ખોરવાશે. જેના કારણે સુરત-વડોદરા સેક્શનની કેટલીક ટ્રેનોને અલગ-અલગ દિવસોમાં નિયંત્રિત કરવામાં આવશે અથવા મોડી દોડાવવામાં આવશે.

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, 12949 પોરબંદર–સાંતરાગાછી એક્સપ્રેસ, 12950 સાંતરાગાછી–પોરબંદર એક્સપ્રેસ, 22905 ઓખા–શાલીમાર એક્સપ્રેસ અને 22906 શાલીમાર–ઓખા એક્સપ્રેસના નિર્ધારિત ફેરા રદ રહેશે.

કઈ ટ્રેન કઈ તારીખે રદ રહેશે

  • 12949 : પોરબંદર–સાંતરાગાછી એક્સપ્રેસ : 11 ડિસેમ્બર
  • 12950 : સાંતરાગાછી–પોરબંદર એક્સપ્રેસ : 13 ડિસેમ્બર
  • 22905 : ઓખા–શાલીમાર એક્સપ્રેસ : 13 ડિસેમ્બર
  • 22906 : શાલીમાર–ઓખા એક્સપ્રેસ : 15 ડિસેમ્બર

પેસેન્જરોને મુસાફરી પહેલાં ટ્રેનનું સ્ટેટસ ચેક કરવાની સલાહ

ઝારસુગુડા યાર્ડમાં રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગ કામગીરી દરમિયાન ટ્રેન વ્યવસ્થાને અસર થવાની શક્યતા હોવાથી ઉપરોક્ત ચાર ટ્રેનોના નિર્ધારિત ફેરા રદ કરવામાં આવ્યા છે. આ ટ્રેનોમાં મુસાફરીનું આયોજન કરનારા પેસેન્જરોએ ટિકિટ બુક કરતા પહેલાં અથવા મુસાફરી પહેલાં ટ્રેનનું અપડેટેડ સ્ટેટસ તપાસી લેવા રેલવે દ્વારા જણાવાયું છે.

ભરૂચ-સુરત મેમૂ 8, 9 અને 13 ઓક્ટોબરે રદ

ઉત્રાણ રેલવે સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવા માટે યાર્ડ રિમોડેલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI)નું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ટ્રેન વ્યવસ્થાને અસર ન થાય તે માટે 13 ઓક્ટોબર સુધી તબક્કાવાર ટ્રાફિક બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે સુરત-વડોદરા સેક્શનની કેટલીક ટ્રેનોને અલગ-અલગ દિવસોમાં નિયંત્રિત કરવામાં આવશે અથવા મોડી દોડાવવામાં આવશે.

રેલવે દ્વારા અપાયેલ વિગતો મુજબ, ટ્રેન નંબર 69198 ભરૂચ–સુરત મેમૂ 8, 9 અને 13 ઓક્ટોબરે સંપૂર્ણપણે રદ રહેશે. આ ઉપરાંત અનેક લાંબા અંતરની ટ્રેનોને 10 મિનિટથી લઈને અઢી કલાક સુધી નિયંત્રિત કરવામાં આવશે.

8 ઓક્ટોબરે 5 ટ્રેનને અસર

8 ઓક્ટોબરે ઉત્રાણ ખાતે સવારે 11.50થી બપોરે 1.50 વાગ્યા સુધી ટ્રાફિક રેગ્યુલેશન રહેશે. આ દિવસે ટ્રેન નંબર 69198 ભરૂચ–સુરત મેમૂ રદ રહેશે. જ્યારે નીચેની ટ્રેનોને મોડી દોડાવવામાં આવશે.

  • 12472 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા–બાંદ્રા ટર્મિનસ સ્વરાજ એક્સપ્રેસ – 1 કલાક 20 મિનિટ
  • 09419 અમદાવાદ–તિરુચિરાપલ્લી સ્પેશિયલ – 1 કલાક 10 મિનિટ
  • 12912 હરિદ્વાર–વલસાડ એક્સપ્રેસ – 1 કલાક 5 મિનિટ
  • 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ – 1 કલાક 5 મિનિટ
  • 22717 રાજકોટ–સિકંદરાબાદ એક્સપ્રેસ – 50 મિનિટ
  • 12656 ચેન્નાઈ સેન્ટ્રલ–અમદાવાદ ટ્રેનને પણ 40 મિનિટ

9 ઓક્ટોબરે પણ ટ્રેનો મોડી દોડશે

9 ઓક્ટોબરે સવારે 11.50થી બપોરે 1.50 વાગ્યા સુધી ટ્રાફિક રેગ્યુલેશન રહેશે. આ દિવસે પણ ટ્રેન નંબર 69198 ભરૂચ–સુરત મેમૂ રદ રહેશે.

આ દિવસે અસરગ્રસ્ત ટ્રેનોમાં

  • 02199 વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી–બાંદ્રા ટર્મિનસ – 1 કલાક 40 મિનિટ
  • 22918 હરિદ્વાર–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ – 1 કલાક 25 મિનિટ
  • 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ – 1 કલાક
  • 19568 ઓખા–તુતીકોરિન એક્સપ્રેસ – 45 મિનિટ

આ ઉપરાંત 12656 ચેન્નાઈ સેન્ટ્રલ–અમદાવાદ, 00908 સાંતરાગાચી–કાંકિનાડા ફોર્ટ પાર્સલ ટ્રેન, 09207 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર તથા 12471 બાંદ્રા ટર્મિનસ–શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને 19015 દાદર–પોરબંદર ટ્રેનને પણ નિયંત્રિત કરવામાં આવશે.

13 ઓક્ટોબરે અઢી કલાક સુધી રેગ્યુલેશન

13 ઓક્ટોબરે સવારે 11.50થી બપોરે 2.50 વાગ્યા સુધી ટ્રાફિક રેગ્યુલેશન રહેશે. આ દિવસે 69198 ભરૂચ–સુરત મેમૂ સંપૂર્ણપણે રદ રહેશે.

મુખ્ય અસરગ્રસ્ત ટ્રેનો

  • 22195 વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ – 2 કલાક 30 મિનિટ
  • 19560 ઓખા–તિરુપતિ એક્સપ્રેસ – 2 કલાક 30 મિનિટ
  • 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ – 2 કલાક
  • 20968 પોરબંદર–સિકંદરાબાદ એક્સપ્રેસ – 1 કલાક 50 મિનિટ

સેટેલાઇટ સ્ટેશન બનવાથી ટ્રેન હેન્ડલિંગ ક્ષમતા વધશે

ઉત્રાણ સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવાનો હેતુ ટ્રેન હેન્ડલિંગની ક્ષમતા વધારવા અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. યાર્ડ રિમોડેલિંગ તથા EI સિસ્ટમનું કામ પૂર્ણ થયા બાદ સ્ટેશનની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને વધુ સરળ બનશે.