Ahmedabad

દેશની પહેલી LNG ટ્રેન ગુજરાતમાં, 27 સપ્ટેમ્બરે સાબરમતીથી DEMUનો થશે પ્રારંભ

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય રેલવે દ્વારા પર્યાવરણને અનુકૂળ પહેલરૂપે, સાબરમતીથી પાટણ વચ્ચે દેશની પ્રથમ LNG આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું 27 સપ્ટેમ્બરે લોકાર્પણ કરાશે. સાબરમતી ડેપોમાં ડીઝલ સાથે LNGનો ઉપયોગ કરતી 2 DPC તૈયાર કરાઈ છે. 2000 કિમીથી વધુના સફળ ટ્રાયલ બાદ, આ ટ્રેનથી વાર્ષિક આશરે ₹23.9 લાખની બચત થશે અને પ્રદૂષણ ઘટશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશની પહેલી LNG ટ્રેન ગુજરાતમાં, 27 સપ્ટેમ્બરે સાબરમતીથી DEMUનો થશે પ્રારંભ

India First LNG DEMU Train Sabarmati Patan: ભારતીય રેલવે દ્વારા સ્વચ્છ, પર્યાવરણને અનુકૂળ અને કિફાયતી રેલ પરિચાલનની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સાબરમતી સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોમાં તૈયાર કરવામાં આવેલી દેશની પહેલી LNG આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMUનું 27 સપ્ટેમ્બરે સાબરમતી સ્ટેશનથી સત્તાવાર લોકાર્પણ કરવામાં આવશે. આ DEMUમાં ડીઝલની સાથે LNGનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રથમ LNG ટ્રેનનું સાબરમતીથી પાટણ વચ્ચે સંચાલન કરવામાં આવશે.

સાબરમતીથી દેશની પહેલી LNG આધારિત DEMUનું 27મીએ લોકાર્પણ

સાબરમતી ડેપોમાં 1400 HP ક્ષમતાવાળી બે DEMUની ડ્રાઈવિંગ પાવર કાર(DPC)ને ડીઝલ+LNG ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવી છે. તેમાં ડીઝલના સ્થાને આશરે 40 ટકા સુધી LNGનો ઉપયોગ થઈ શકે છે. બંને DPCનો અત્યાર સુધીમાં 2 હજાર કિમીથી વધુનો સફળ ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યો છે. ટ્રાયલ બાદ હવે આ ટેક્નોલોજીને સત્તાવાર રીતે રેલવે સંચાલનમાં મૂકવામાં આવી રહી છે.

1 કિમીમાં 1 લિટર સુધી ડીઝલની બચતનો અંદાજ

ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમથી DEMUના ડીઝલ વપરાશમાં ઘટાડો થવાની શક્યતા છે. પરીક્ષણ દરમિયાન મળેલા આંકડા મુજબ ઇંધણ ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ શકે છે. એક DPCથી આશરે રૂ.11.9 લાખની વાર્ષિક બચતનો અંદાજ છે, જ્યારે 8-કોચની DEMU રેકના સંચાલનમાં આશરે રૂ.23.9 લાખની વાર્ષિક બચત શક્ય હોવાનું જણાવાયું છે.

હાલ આ ટ્રેન સાબરમતીથી મહેસાણા, પાલનપુર અને આબુરોડ જેવા રૂટ પર નિયમિત રીતે દોડતી હોવાનું જણાવાયું છે.

પર્યાવરણને પણ ફાયદો

LNGના ઉપયોગથી ઇંધણ ખર્ચ ઘટાડવાની સાથે પર્યાવરણ પર પણ સકારાત્મક અસર થવાની અપેક્ષા છે. LNG આધારિત સંચાલનથી CO₂, NOx અને પાર્ટિક્યુલેટ મેટર જેવા પ્રદૂષકોના ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મદદ મળશે. સાથે જ ડીઝલ પરની નિર્ભરતા ઘટાડીને વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન મળશે.

222 કિમી સુધી સ્પીડ ટ્રાયલ

LNG ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમથી સજ્જ DEMUનું ટેક્નિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. ટ્રેનનું 222 કિમી પ્રતિ કલાક સુધીનું સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ટ્રાયલ દરમિયાન ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમની કામગીરી અને સલામતીના વિવિધ પાસાં ચકાસવામાં આવ્યા હતા.

મુખ્ય વિશેષતા

  • લોકાર્પણ: 27 સપ્ટેમ્બર, સાબરમતી સ્ટેશન
  • ટ્રેન: દેશની પહેલી LNG આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU
  • DPC: 2, બંને 1400 HP ક્ષમતાની
  • LNG ઉપયોગ: ડીઝલના સ્થાને આશરે 40% સુધી
  • ફિલ્ડ ટ્રાયલ: 2 હજાર કિમીથી વધુ
  • વાર્ષિક બચત: એક DPC રૂ.11.9 લાખ, 8-કોચ રેક રૂ.23.9 લાખ સુધી
  • સ્પીડ ટ્રાયલ: 222 કિમી પ્રતિ કલાક સુધી