Ahmedabad

તહેવારોની ભીડને જોતાં 14 નવેમ્બરે અમદાવાદથી છપરા વચ્ચે દોડશે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

By GS Team
13 Nov 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોના ધસારાને પહોંચી વળવા અમદાવાદ-છપરા વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 09449 અમદાવાદથી 14 નવેમ્બર 2026ના રોજ રાત્રે 01.00 કલાકે ઉપડી બીજા દિવસે બપોરે 14.10 કલાકે છપરા પહોંચશે. આ ટ્રેન છાયાપુરી, ગોધરા સહિત 18 સ્ટેશનો પર ઉભી રહેશે. બુકિંગ 13 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારોની ભીડને જોતાં 14 નવેમ્બરે અમદાવાદથી છપરા વચ્ચે દોડશે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Ahmedabad Chhapra Train : તહેવારોની સિઝનમાં મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને છપરા વચ્ચે વિશેષ ભાડા સાથે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 09449 અમદાવાદ-છપરા વન-વે સ્પેશિયલ ટ્રેન 14 નવેમ્બર 2026 શનિવારના રોજ અમદાવાદથી દોડાવવામાં આવશે, જેનાથી ઉત્તર ભારત તરફ જતા સેંકડો મુસાફરોને મોટી રાહત મળશે.

ટ્રેનનો સમય અને રૂટની વિગતો

રેલવે તંત્રના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 09449 અમદાવાદ-છપરા સ્પેશિયલ 14 નવેમ્બર 2026 શનિવારના રોજ અમદાવાદ સ્ટેશનથી રાત્રે 01.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે એટલે કે રવિવારે બપોરે 14.10 કલાકે છપરા પહોંચશે.

આ 18 સ્ટેશનો પર રહેશે સ્ટોપેજ

મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને રાજ્યોના મુખ્ય સ્ટેશનો પર રોકાશે. જેમાં છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગરા, ટૂંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડિહાર, ગાજીપુર સિટી અને બલિયા સ્ટેશનનો સમાવેશ થાય છે.

કોચ અને બુકિંગ વ્યવસ્થા

સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસના કોચ જોડવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ટ્રેન માટે ટિકિટોનું બુકિંગ 13 નવેમ્બર 2026થી રેલવેના તમામ પીઆરએસ (PRS) કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસી (IRCTC) ની સત્તાવાર વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે.