Ahmedabad

અમદાવાદના સિંધુ ભવન રોડ પર સિટી સ્કવેર બનાવવાનું આયોજન વિવાદોમાં, અધિકારીઓે AMCના શાસકોને બનાવી રહ્યા છે ઉલ્લુ

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સિંધુ ભવન રોડ પર બનનારા સિટી સ્ક્વેર પ્રોજેક્ટ 570 કરોડ રૂપિયાનો જાહેર થયો છે, પરંતુ વાસ્તવિક ખર્ચ 1200 કરોડને પાર કરી જશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શાસકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જમીનની કિંમત અને જૂના SOR મુજબ ટેન્ડર પાસ થતાં વધારાના 150 કરોડનો ખર્ચ ઉમેરાશે. આટલા મોટા ખર્ચ સામે પ્રજાલક્ષી સુવિધાઓ પર ધ્યાન આપવું વધુ હિતાવહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના સિંધુ ભવન રોડ પર સિટી સ્કવેર બનાવવાનું આયોજન વિવાદોમાં, અધિકારીઓે  AMCના શાસકોને બનાવી રહ્યા છે ઉલ્લુ
AI IMAGE

Ahmedabad City Square project controversy : અમદાવાદના સિંધુ ભવન રોડ પર મ્યુનિ. દ્વારા સિટી સ્ક્વેર બનાવવાનું આયોજન ટેન્ડરિંગના તબક્કામાં જ વિવાદમાં સપડાયું છે. મ્યુનિ.ના હાલના પદાધિકારીઓ આ બાબતથી અજાણ હોવાની વાત થોડા દિવસો પહેલાં સામે આવી હતી. હવે આ પ્રોજેક્ટની સાચી કિંમતને લઈને ચર્ચાઓ જાગી છે. મ્યુનિ.એ તો સત્તાવાર રીતે આ પ્રોજેક્ટ 570 કરોડ રૂપિયાનો હોવાનું જાહેર કરી દીધું છે. પરંતુ હકીકતમાં આ પ્રોજેક્ટની સાચી રકમ રૂ.1200 કરોડને પાર કરી જશે!

જૂના SOR મુજબ ટેન્ડર પાસ કરવામાં જ 150 કરોડ વધારવા પડશે

અમદાવાદ સિટી સ્કવેરને લઈને મ્યુનિ.ના અધિકારીઓ શાસકોને ઉલ્લુ બનાવી રહ્યા હોય તેવું ચિત્ર છે. બાંધકામ ક્ષેત્રના જાણકાર લોકોના મતે મ્યુનિ. દ્વારા અત્યારે બાંધકામને લગતા તમામ કામ બે વર્ષ જૂના 2024-25ના એસઓઆર એટલે કે શિડ્યુલ ઓફ રેટ્સ અનુસાર આપવામાં આવે છે. એટલે મોટાભાગના કામ 22થી 25 ટકા ઓનમાં આપવા પડે છે. આ પરંપરા મુજબ સિટી સ્ક્વેરનું રૂ.570 કરોડનું આયોજન ટેન્ડર પાસ થતા સુધીમાં લગભગ રૂ.140થી 150 કરોડ વધી જશે.

પ્રજોક્ટમાં જમીનની કિંમત ધ્યાને જ ન લેવાઈ

વળી આ પ્રોજેક્ટ જ્યાં સાકાર થવાનો છે, તે જમીનની કિંમત તો ધ્યાને લેવાઈ જ નથી. ભલે મ્યુનિ.ની માલિકીની જમીન હોય, પરંતુ તેની કિંમત જરૂર ગણાય. સિંધુ ભવન રોડ પર મ્યુનિ.એ જ જાહેર હરાજીથી આપેલા પ્લોટનો પ્રતિ ચોમીનો ભાવ રૂ.ત્રણેક લાખ સુધી ઉપજ્યો છે. 13,144 ચોમી જગ્યામાં સિટી સ્ક્વેર આકાર લેશે. આ મુજબ જગ્યાનો ભાવ રૂ.400 કરોડ આસપાસ થવા જાય છે. આમ એકંદરે પ્રોજેક્ટની કૂલ સાચી કિંમત રૂ.1200 કરોડથી વધારે થઈ જશે. ફક્ત અમદાવાદ શહેરની પ્રતિષ્ઠાના નામે આકાર લઈ રહેલા આ પ્રોજેક્ટના બદલે આટલી રકમમાં આરોગ્ય અને શિક્ષણ સહિતની પ્રજાલક્ષી જાહેર સુવિધાઓ વિકસાવવી વધારે જરૂરી છે. આજે પણ 30થી 40 ટકા અમદાવાદમાં પીવાના પાણીનો પ્રશ્ન છે.

કરોડોના ખર્ચ બાદ વ્યુ ગેલેરીમાં માત્ર 75 લોકો જ ઉભા રહી શકશે!

કરોડો રૂપિયાનો ખર્ચ કરાયા બાદ સિટી સ્ક્વેરના 175 મીટર ઊંચાઈના ટાવરની વ્યુ ગેલેરીમાં તો એક સાથે માત્ર 75 લોકો જ ઉભા રહી શકશે. આ ગણતરી મુજબ દિવસ દરમિયાન ખુબ ઓછા લોકોને ઊંચાઈએથી અમદાવાદ જોવાનો લાભ મળશે.

મ્યુનિ.ના શાસકોને ઉલ્લુ બનાવી રહેલા અધિકારીઓ

સિટી સ્ક્વેર પ્રોજેક્ટ જાહેર થયાના બીજા જ દિવસે મેયરે ઈજનેરોને બોલાવીને કલાસ લીધો હતો. આવી રીતે જ તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પણ સમિતિના સભ્યોએ ઈજનેરો સામે સવાલ ઉઠાવ્યા હતા. ખાસ કરીને આવડી મોટી રકમના પ્રોજેક્ટ બાબતે અત્યારના શાસકોને કોઈ જાણકારી ન હોવાની વાત ચર્ચાનું કેન્દ્ર હતી.