Ahmedabad

'એક હજારો મેં મેરી બહેના હૈ...' અમદાવાદમાં કિડનીદાનથી પાંચ વર્ષમાં 41 બહેનો દ્વારા ભાઈની 'રક્ષા'

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદની સિવિલ હોસ્પિટલ સ્થિત IKDRCમાં છેલ્લા 5 વર્ષમાં 41 બહેનોએ ભાઈને અને 6 ભાઈઓએ બહેનને કિડની દાન કરી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે, મોટાભાગની 31 થી 60 વર્ષની બહેનોએ પોતાના ભાઈઓને નવજીવન બક્ષી, અનોખી ભેટ આપી છે. ડૉ. પ્રાંજલ મોદીએ આ ત્યાગને સ્ત્રીના ઘરેણાં ગણાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'એક હજારો મેં મેરી બહેના હૈ...' અમદાવાદમાં કિડનીદાનથી પાંચ વર્ષમાં 41 બહેનો દ્વારા ભાઈની 'રક્ષા'

Raksha Bandhan Special | અમદાવાદની સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં છેલ્લા પાંચ વર્ષમાં 41 બહેનો દ્વારા ભાઈને અને 6 ભાઈઓ દ્વારા તેમની બહેનને કિડનીનું દાન આપવામાં આવેલું છે.

સિવિલની કિડની હોસ્પિટલમાં પાંચ વર્ષમાં ભાઈ-બહેન દ્વારા કિડની ડોનેશન:

  • કુલ 45 બહેનોએ કિડની ડોનેટ કરી. તેમાંથી 4 દ્વારા તેમની બહેનને અને 41 દ્વારા તેમના ભાઈને કિડની આપવામાં આવી.
  • કુલ 27 ભાઈઓ દ્વારા કિડની ડોનેટ કરાઈ. તેમાંથી 6એ તેમની બહેનને જ્યારે 21 દ્વારા તેમના ભાઈને કિડની ડોનેટ કરાઈ.
  • કિડનીનું દાન આપનારી મોટાભાગની બહેનોની ઉંમર 31 વર્ષથી 60 વર્ષ સુધી છે.

તાજેતરમાં જ બહેનની કિડની મેળવનારા એક ભાઈએ જણાવ્યું કે, 'મારી પાસે બહેનનો આભાર માનવા શબ્દો નથી. સામાન્ય રીતે ભાઈ દ્વારા બહેનને રક્ષાબંધને ભેટ આપવામાં આવે છે. પરંતુ મને મારી બહેને કિડનીના દાન દ્વારા મને નવજીવનની ભેટ આપી છે.'

આઈકેડીઆરસીના હેડ ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, 'સંવેદના-ત્યાગ-મક્કમ નિર્ધાર એ સ્ત્રીના ઘરેણાં છે. આ જ કારણ છે કે માતા હોય કે બહેન તે કિડનીનું દાન કરવામાં હંમેશાં મોખરે જ જોવા મળે છે. અંગદાનથી કોઈને નવું જીવન આપવું તેનાથી અમૂલ્ય ભેટ કોઈ હોઈ જ શકે નહીં…'