Ahmedabad

અમદાવાદમાં ભયાનક અકસ્માત: બોલેરોએ રોડ ક્રોસ કરતા 15 વર્ષના સગીરને કચડ્યો, મોઢું છૂંદાયું

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના સરખેજ ઢાળ ચાર રસ્તા પાસે 15 વર્ષીય સગીર રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે બેફામ બોલેરો પિકઅપ વાને તેને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બોલેરો ચાલકે રિક્ષા સહિત અન્ય વાહનને પણ ટક્કર મારી. સગીરને સોલા સિવિલ બાદ અસારવા સિવિલમાં ખસેડાયો છે. ટ્રાફિક પોલીસે બોલેરો ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ભયાનક અકસ્માત: બોલેરોએ રોડ ક્રોસ કરતા 15 વર્ષના સગીરને કચડ્યો, મોઢું છૂંદાયું

Ahmedabad Sarkhej Road Accident: અમદાવાદના સરખેજ વિસ્તારમાં ફતેવાડીમાં રહેતો 15 વર્ષીય સગીર સરખેજ ઢાળ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે ફૂલ સ્પીડમાં આવતી પિકઅપ વાને તેને અડફેટે લીધો હતો. આ ટક્કરને કારણે સગીર પિકઅપ વાનેની નીચે પટકાયો હતો અને તેનું મોઢું ખરાબ રીતે છૂંદાઈ જતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

પિકઅપ ચાલકની અટકાયત.jpg

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોહીલુહાણ હાલતમાં સગીર વાહનની નીચે ફસાયેલો જોવા મળે છે અને પોતાનો જીવ બચાવવા માટે તરફડિયાં મારી રહ્યો છે. બેફામ બોલેરોના ચાલકે માત્ર આ સગીરને જ નહીં, પરંતુ રસ્તા પર જઈ રહેલી એક રિક્ષા સહિત અન્ય એક વાહનને પણ ટક્કર મારી હતી.

અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક દોડી આવીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સગીરને પ્રાથમિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, તેની સ્થિતિ વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે તેને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે એમ-ડિવિઝન ટ્રાફિક પોલીસે બોલેરો ચાલકની ધરપકડ કરી લીધી છે અને તપાસ હાથ ધરી છે.