Ahmedabad

ગુજરાતી યુવાન અમેરિકાના ડૂબતા કાર્ગો જહાજમાં 18 ક્રૂ માટે 'દેવદૂત' બન્યો

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
પ્રશાંત મહાસાગરમાં ડૂબતા અમેરિકન જહાજમાંથી અમદાવાદના મરીન એન્જિનિયર પાર્થ પટેલ સહિત ભારતીય ક્રૂએ 18 અમેરિકન ક્રૂને બચાવ્યા. જાપાનના હોનોલુલુ જઈ રહેલા SLNC યોર્ક જહાજનું સ્ટર્ન ટ્યુબ તૂટતા એન્જિન રૂમમાં પાણી ભરાયું હતું. પેસિફિક યાન્તાઈ જહાજે 12 કલાકની જહેમત બાદ સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી જહાજને કિનારે ખેંચી લાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતી યુવાન અમેરિકાના ડૂબતા કાર્ગો જહાજમાં 18 ક્રૂ માટે 'દેવદૂત' બન્યો

અમદાવાદ : પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલી એક મોટી દરિયાઈ દુર્ઘટનામાં અમદાવાદમાં રહેતા મરીન એન્જિનયર પાર્થ પટેલ ૧૮ અમેરિકન ક્રૂ માટે દેવદૂત સમાન બન્યા હતા. અમદાવાદના મરિન એન્જિનિયર પાર્થ પટેલ સહિત પેસિફિક યાન્તાઈ પરના ભારતીય ક્રૂ ડૂબતા જહાજમાંથી ક્રૂને સલામત બચાવવાની સાથે એસએનએલસી યોર્ક જહાજને પણ દરિયા કિનારે ખેંચી લાવ્યા હતાં.
અમેરિકન ધ્વજવાળા એસએલએનસી યોર્ક જહાજમાં સ્ટર્ન ટયુબ તૂટી જતાં એન્જિન રૂમમાં દરિયાનું પાણી ભરાતા જહાજ ડૂબવાની સ્થિતમાં આવ્યું હતું. આ સમયે પેસિફિક યાન્તાઈ દ્વારા હાથ ધરાયેલું રેસ્ક્યુ ઓપરેશન કોઈ હોલિવૂડની સર્વાઈવલ ફિલ્મના દૃશ્ય જેવું બની રહ્યું હતું.
સ્યુલેર લાઈન નેવિગેશન કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, એસએલએનસી યોર્ક જહાજ પ્રશાંત મહાસાગરમાં જાપાનના હોનોલુલુ જઈ રહ્યું હતું. આવા સમયે 'એસએલએનસી યોર્ક'ની સ્ટર્ન ટયુબ તૂટી જતાં એન્જિન રૂમમાં દરિયાઈ પાણી ઘૂસી ગયું હતું. પંપો દ્વારા સતત પાણી ઉલેચવા છતાં પાવર સિસ્ટમ અને પ્રોપલ્શન સંપૂર્ણ ઠપ થઈ ગયાં હતાં. માત્ર ઈમરજન્સી જનરેટરના સહારે તરતું જહાજ ગમે તે ક્ષણે જળસમાધિ લેવાની અણી પર પહોંચી ગયું હતું.
એલએલએનસી યોર્કે ઈમર્જન્સી ડિસ્ટ્રેસ કોલ મોકલતા અમેરિકાથી દક્ષિણ કોરિયા જઈ રહેલા વીએલજીસી ગેસ કેરિયર જહાજ 'પેસિફિક યાન્તાઈ'ને વહેલી સવારે ૦૪.૫૫ વાગ્યે આ કોલ મળ્યો હતો.
મધદરિયે એસઓએસ સંદેશ મળતાં જ 'પેસિફિક યાન્તાઈ'એ રૂટ બદલી ૧૨ કલાક તોફાની દરિયો ખૂંદી સાંજે ૬.૪૫ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી એસએલએનસી યોર્ક જહાજમાં મોરચો સંભાળ્યો હતો. પેસિફિક યાન્તાઈ જહાજ પર કામ કરતા પાંચ ભારતીય ક્ પૈકી મૂળ અરવલ્લીના જૂની વાસણી ગામના અને હાલ અમદાવાદમાં નરોડામાં રહેતા મરીન એન્જિનિયર પાર્થ વસંતભાઈ પટેલે એન્જિન રૂમમાં ખડેપગે રહી ઈમરજન્સી મેનુવરિંગ સંભાળ્યું હતું.
ઉછળતા મોજાં અને ઘનઘોર અંધારા વચ્ચે અઢી કલાક ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ રાત્રે ૮.૩૦ વાગ્યા સુધીમાં તમામ ૧૮ અમેરિકન ક્ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવાયા હતા. તમામ ક્રૂને પેસિફિક યાન્તાઈ જહાજ પર લઈ જવાયા હતા. ક્રૂની સાથે એસએલએનસી યોર્ક જહાજને પણ સુરક્ષિત રીતે દરિયા કિનારે ખેંચી લવાયું હતું. રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયા પછી પેસિફિક યાન્તાઈ જહાજે દક્ષિણ કોરિયાના યોસુ તરફની તેની મુસાફરી ફરી શરૂ કરી હતી.