Ahmedabad

ગુજરાત પોલીસમાં ડીજીપી કમેન્ડેશન ડિસ્ક વધારીને 148 કરાઈ, હવે તમામ યુનિટ્સની કામગીરીનું થશે સન્માન

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાત પોલીસ દળના અધિકારીઓને હવે ડીજીપી કમેન્ડેશન ડિસ્કથી સન્માનિત કરાશે. રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે મહત્વનો નિર્ણય લઈ ડિસ્કની સંખ્યા 110 થી વધારી 148 કરી છે. આ એવોર્ડ હવે ગુના નિવારણ ઉપરાંત વહીવટી ફરજો, ટ્રાફિક વ્યવસ્થાપન, બોમ્બ ડિસ્પોઝલ, માઉન્ટેડ અને ડોગ યુનિટ સહિતના વિભાગોની ઉત્કૃષ્ટ કામગીરી માટે અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત પોલીસમાં ડીજીપી કમેન્ડેશન ડિસ્ક વધારીને 148 કરાઈ, હવે તમામ યુનિટ્સની કામગીરીનું થશે સન્માન

Gujarat Police Commendation Disc: ગુજરાત પોલીસ દળની સરાહનીય કામગીરીના અનુસંધાનમાં અધિકારીઓ અને કર્મચારીઓને 'ડીજીપી કમેન્ડેશન ડિસ્ક'થી સન્માનિત કરવામાં આવે છે. અત્યાર સુધી આ અંતર્ગત કુલ 110 ડિસ્કનો સમાવેશ થતો હતો. જો કે, રાજ્ય પોલીસ વડાએ નિર્ણય લઈને આ ડિસ્કની સંખ્યા વધારીને 148 કરી છે. હવે માત્ર ગુના નિવારણ જ નહીં, પરંતુ વહીવટી ફરજો, ટ્રાફિક વ્યવસ્થાપન, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, માઉન્ટેડ અને ડોગ યુનિટ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને પણ આ એવોર્ડ આપવામાં આવશે.

ગુજરાત પોલીસ વિભાગની કામગીરી માત્ર ગુના નિવારણ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ટ્રાફિક વ્યવસ્થા, તહેવારો દરમિયાન બંદોબસ્ત તેમજ અન્ય મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ તેમાં સામેલ છે. પોલીસની શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે ડીજીપી કમેન્ડેશન ડિસ્કથી સન્માનિત કરવામાં આવે છે. અગાઉ 110 ડિસ્કથી અધિકારીઓને સન્માનિત કરવામાં આવતા હતા. પરંતુ પોલીસની વધી રહેલી કામગીરી અને નવા એકમોના ઉમેરાને ધ્યાને રાખીને ડીજીપીએ ગૃહ વિભાગ સાથે ચર્ચા કરીને આ નિર્ણય લીધો છે, જેના અંતર્ગત ડિસ્કની સંખ્યા 110થી વધારીને 148 કરવામાં આવી છે.

આ નવા સન્માન માળખામાં પોલીસ વિભાગના તમામ યુનિટ્સને સાંકળી લેવામાં આવ્યા છે. જેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, માઉન્ટેડ એન્ડ ડોગ યુનિટ, આર્મર અને બેન્ડ સ્ટાફના જવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસ વહીવટની રોજિંદી કામગીરી સંભાળતા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને સિવિલિયન કર્મચારીઓને પણ 'કમેન્ડેશન રોલ' એનાયત કરવામાં આવશે.

નોંધનીય છે કે વર્ષ 2020માં ડીજીપી કમેન્ડેશન ડિસ્કની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2019થી વર્ષ 2026 દરમિયાન ગુજરાત પોલીસમાં 30 હજારથી પણ વધુ સ્ટાફની ભરતી કરવામાં આવી છે. આ સાથે જ નવી રેન્જ અને નવા જિલ્લાઓની રચના કરવાની સાથે 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' અને 'એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ' જેવા હાઇટેક યુનિટ્સ પણ અમલમાં મૂકવામાં આવ્યા છે.