Ahmedabad

રખડતા કુતરા અને ઢોર અંગે ગુજરાત સરકાર પાસે 17 જિલ્લાનો ડેટા જ નથી, હાઇકોર્ટનો 30 ઓકટોબર સુધી ડેટા રજૂ કરવા આદેશ

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે રસ્તા પરના રખડતા શ્વાન અને ઢોર અંગે સુપ્રીમકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર પાસેથી ડેટા માંગ્યો છે. સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ સવાલ કર્યા હતા. 30 ઓક્ટોબરે સુપ્રીમકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો હોવાથી, હાઈકોર્ટે સરકારને 17 જિલ્લાનો ડેટા રજૂ કરવા આદેશ કર્યો છે. હાઈવે પર ઢોરના કારણે થયેલા અકસ્માતો મુદ્દે પણ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રખડતા કુતરા અને ઢોર અંગે ગુજરાત સરકાર પાસે 17 જિલ્લાનો ડેટા જ નથી, હાઇકોર્ટનો 30 ઓકટોબર સુધી ડેટા રજૂ કરવા આદેશ

Gujarat High Court On Stray Dogs Cattle Data: રસ્તા પર રખડતા શ્વાન અને ઢોર અંગે સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર ગુજરાત સરકાર પાસેથી ડેટા માગવામાં આવ્યા છે. જે અંગેની જવાબદારી સુપ્રીમકોર્ટે ગુજરાત હાઇકોર્ટને સોંપી છે. હાઇકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે નેશનલ હાઇવે ઓથોરિટીને આકરા સવાલો કર્યા હતા. સુપ્રીમકોર્ટમાં 30 ઓક્ટોબરના રોજ રિપોર્ટ રજૂ કરવાનો હોવાથી ગુજરાત હાઇકોર્ટે સરકારને ડેટા ભેગો કરીને કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે.

રખડતા કુતરા અને ઢોર અંગે ગુજરાત સરકાર પાસે 17 જિલ્લાનો ડેટા જ નથી

ચીફ જસ્ટિસની ખંડપીઠે એવો સવાલ કર્યો હતો કે, થોડા દિવસ પહેલા જ નેશનલ હાઇવે પર અચાનક ગાયો આવી જતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં 3 થી 4 લોકોના મોત થયા હતા. તો હાઇવે પર આવા બનાવો ન બને તે માટેની જવાબદારી કોની ગણાય? હાઇ વે ઓથોરિટીએ ત્યારબાદ શું પગલા લીધા? તમે આવા ઢોરને પકડીને પાછા તેના માલિકને સોંપી દેતા હોય તો એવી તપાસનો અર્થ નથી. ઢોરને નિયત્રંણમાં રાખવાની તમારી પાસે કોઇ યુકિત જ નથી.

ગુજરાત હાઇકોર્ટનો 30 ઓકટોબર સુધી ડેટા રજૂ કરવા આદેશ

ગુજરાત સરકાર પાસે 17 જિલ્લાનો કુતરા અને ઢોર અંગેનો કોઇ ડેટા નથી તે ભેગો કરીને કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ પોતાની જવાબદારીનો ટોપલો સરકાર પર ઢોળી દેતા એવી રજૂઆત કરી હતી કે, ઢોરને ગૌશાળામાં મૂકી દેવા કે માલિકોને દંડ કરવો તેની જવાબદારી સરકારની છે. સરકારે પોતાના પર જવાબદારી આવતા કોર્ટ સમક્ષ વિકલ્પો રજૂ કરતા એવી દલીલ કરી હતી કે, જો ઢોર પકડાય તો માલિકને ભારે રકમનો દંડ કરવો જોઇએ અથવા હાઇવે પર ન આવી જાય તે માટે બંને તરફના રસ્તા પર રેલીંગ કરીને બંધ કરવા જોઇએ.

હાઇવે પર વિકસાવવામાં આવેલી હરિયાળી ખાવા ઢોર રોડ પર આવે છે

હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, દુનિયાથી સૌથી સલામત ગણાતી રેન્જ રોવર કારમાં સફર કરતા મુસાફરો મરી ગયા તો બીજા કોણ સલામત રહે? હાઇવે પર વચ્ચે જે હરિયાળી વિકસાવવામાં આવી છે તેનાથી આકર્ષાઇને ગાયો કે ભેંસો ત્યાં ખાવા આવતી હોય છે. હાઇવે પર વાહનો 100 થી 120ની સ્પીડે જતા હોવાથી જો અચાનક ઢોર રોડ પર આવે તો કોઇ બચે નહીં તેવો જ અકસ્માત થાય અને કદાચ તમે બેરીકેડ મૂકીને ગાયોને આવતા રોકી શકો. પરંતુ કુતરાને રોકી શકો નહીં.