Ahmedabad

ગુજરાતમાં મેઘ મલ્હાર: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

By GS Team
1 Jul 20261 min read
TukuTouch Logo
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 7 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં 2 જુલાઈએ સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં રેડ ઍલર્ટ, જ્યારે 3 અને 4 જુલાઈએ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદામાં રેડ ઍલર્ટ અપાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં મેઘ મલ્હાર: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Heavy Rain Forecast: રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 7 જુલાઈ સુધી ગાજવીજ અને પવન ફૂંકાવવાની સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જેટલાં જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.

2 જુલાઈની આગાહી

હવામાન વિભાગ મુજબ, 2 જુલાઈના રોજ સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ, અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, તાપી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

3 જુલાઈની આગાહી

રેડ ઍલર્ટ: તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
ઑરેન્જ ઍલર્ટ: અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, સુરત.
યલો ઍલર્ટ: રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર.

4 જુલાઈની આગાહી

રેડ ઍલર્ટ: તાપી, ડાંગ, નર્મદા.
ઑરેન્જ ઍલર્ટ: અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, નવસારી, છોટા ઉદેપુર, વલસાડ.
યલો ઍલર્ટ: જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ.

image.png
image.png
Rain