Ahmedabad

અમદાવાદ: ગુજરાત કૉલેજ કેમ્પસમાં વિકાસના નામે 100 વૃક્ષોનું રી-ટ્રાન્સપ્લાન્ટેશન!, બચવાની શક્યતા માત્ર 30 ટકા

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની ગુજરાત કૉલેજમાં નવા બાંધકામ માટે 94 વૃક્ષોનું રિ-ટ્રાન્સપ્લાન્ટેશન કરાયું છે. 100 વર્ષ જૂના પીપળા-લીમડા જેવાં વૃક્ષોને જેસીબીથી ઉખાડી, દવા-ખાતર સાથે કેમ્પસમાં જ અન્ય સ્થળે રોપવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે 30% સફળતા મળતી હોય છે, પરંતુ અહીં 70%થી 90% વૃક્ષો જીવંત રહેવાનો પ્રયાસ છે. જોકે, કેટલાક લોકો પર્યાવરણ વિનાશની ચર્ચા પણ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ગુજરાત કૉલેજ કેમ્પસમાં વિકાસના નામે 100 વૃક્ષોનું રી-ટ્રાન્સપ્લાન્ટેશન!, બચવાની શક્યતા માત્ર 30 ટકા

Gujarat College Tree Retransplantation: અમદાવાદના સૌથી ગ્રીન કેમ્પસ તરીકે ઓળખાતી ગુજરાત કૉલેજમાં આર્ટ્સ અને સાયન્સ બિલ્ડિંગ, એમ્ફીથિયેટર તેમજ બોયઝ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બાંધકામમાં નડતરરૂપ અંદાજે 94 જેટલાં વૃક્ષોની ડાળીઓ કાપી, તેને મૂળમાંથી ઉખાડીને કેમ્પસમાં જ અન્ય જગ્યાએ રિ-ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યાં છે. જેમાં 100 વર્ષ જૂના પીપળા, લીમડા અને અરીઠા જેવાં વૃક્ષોની ડાળીઓ કાપીને જેસીબીની મદદથી ઉખાડી, એક જ કલાકની અંદર નવી જગ્યાએ રોપવાની કામગીરી ચાલુ છે.

વૃક્ષો જીવંત રહેવાની શક્યતા 30% જેટલી

સામાન્ય રીતે આ રીતે રી-ટ્રાન્સપ્લાન્ટ કરવાથી વૃક્ષો જીવંત રહેવાની શક્યતા 30% જેટલી હોય છે. જોકે અહીં ફંગલ ઇન્ફેક્શન રોકવાની દવાઓ અને ખાતરનો વિશેષ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી 70%થી 90% સુધી વૃક્ષો પહેલાંની જેમ જ અડીખમ અને જીવંત રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ લોકમુખે એવું પણ ચર્ચાઇ રહ્યું છે વર્ષો જૂના વૃક્ષોનું રી-ટ્રાન્સપ્લાન્ટ કરી વિકાસના નામે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે.

WhatsApp Image 2026-10-06 at 5.31.09 PM.jpeg

બાંધકામમાં નડતરરૂપ 94 વૃક્ષોમાંથી 16 વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન સંપન્ન

ગુજરાત કૉલેજના કેમ્પસમાં બનનારી નવી બિલ્ડિંગોના નિર્માણમાં નડતરરૂપ વૃક્ષોને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. આ માટે અંદાજે 94 જેટલાં વૃક્ષોને સ્થાનાંતરિત કરવાની કામગીરી ચાલી રહી છે. અગાઉ 8 વૃક્ષોનું રી-ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં અંદાજે 15થી 16 જેટલાં વૃક્ષોને કેમ્પસમાં જ અન્ય સ્થળે રોપવામાં આવ્યા છે.

WhatsApp Image 2026-10-06 at 5.31.10 PM.jpeg

નવું વૃક્ષ વાવવા કરતાં જૂના વૃક્ષને જીવંત રાખવું પડકારજનક

સ્થાનાંતરિત કરવામાં આવેલાં વૃક્ષોમાં દુર્લભ પ્રજાતિના તેમજ 100 વર્ષથી પણ વધુ જૂના વૃક્ષોનો સમાવેશ થાય છે. જેમાં અરીઠા તેમજ 100 વર્ષ જૂના પીપળા અને લીમડા જેવાં વૃક્ષો પણ નવેસરથી અનુકૂળ વાતાવરણ મેળવીને પુનર્જીવિત થયાં છે. સામાન્ય રીતે 1 ફૂટથી વધુ વ્યાસ ધરાવતા મોટાં વૃક્ષો માટે મશીનરીની મર્યાદા હોવાથી વૃક્ષોની ઉપરની ડાળીઓ કાપીને જેસીબીની મદદથી તેમને ઉખાડીને ખસેડવામાં આવે છે. વૃક્ષને ઉખાડ્યા બાદ 1 કલાકની અંદર જ બીજી જગ્યાએ રોપી દેવામાં આવે છે, જેથી તેના જીવંત રહેવાની શક્યતા વધી જાય. સામાન્ય રીતે આવા સ્થાનાંતરણમાં વૃક્ષોનો જીવંત રહેવાનો દર 30% હોય છે, પરંતુ અહીં દવાઓ અને ખાતરના ઉપયોગથી આ દરને 70%થી 90% સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નવું વૃક્ષ વાવવું અને પૂર્ણવિકસિત વૃક્ષને સજીવ રાખવું આ બંને બાબતોમાં ઘણો તફાવત અને મુશ્કેલી હોય છે.

રી-ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ગુજરાત કૉલેજમાં બનશે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર

વૃક્ષો સ્થાનાંતરિત કરીને ખુલ્લી કરવામાં આવેલી જમીન પર કેમ્પસના વિકાસ માટે નવી શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ જગ્યા પર આર્ટ્સ બિલ્ડિંગ, સાયન્સ બિલ્ડિંગ, એમ્ફીથિયેટર અને વિદ્યાર્થીઓ માટે બોયઝ હોસ્ટેલનું નિર્માણ કરવાનો પ્લાન છે. હોસ્ટેલમાં અમદાવાદના તમામ વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે.