Ahmedabad

ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ચાઇલ્ડ પ્રોટેકશન પોલિસીનો ડ્રાફટ રજૂ કર્યો, જિલ્લા વાઇઝ રિપોર્ટ રજૂ કરવા આદેશ

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસી અને એક્ટના પાલન અંગેની PILમાં મહત્વનો નિર્દેશ આપ્યો છે. સરકારે સોગંદનામું રજૂ કરતા, હાઈકોર્ટે અરજદારને પોલિસીમાં સુધારા સૂચવવા જણાવ્યું છે. GSLSAને ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ્સની જવાબદારી સોંપી, જિલ્લાવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. આગામી સપ્તાહે વધુ સુનાવણી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ચાઇલ્ડ પ્રોટેકશન પોલિસીનો ડ્રાફટ રજૂ કર્યો, જિલ્લા વાઇઝ રિપોર્ટ રજૂ કરવા આદેશ

Gujarat Child Protection Policy: ચાઇલ્ડ પ્રોટેકશન પોલિસી અને ચાઇલ્ડ પ્રોટેકશન એક્ટનું પાલન કરાવવા અંગે થયેલી જાહેરહિતની અરજીમાં સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. હાઇકોર્ટે અરજદારને એવો નિર્દેશ કર્યો છે કે, ચાઇલ્ડ પ્રોટેકશન પોલિસી તૈયાર થઇ ગઇ છે, તેથી તેમાં જો કોઇ સુધારા કે ભલામણ યોગ્ય લાગતી હોય તો તે ચકાસીને કોર્ટને જાણ કરવી.

આગામી સપ્તાહે સુનાવણી

મહત્વનું છે કે, ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશનની રચના કરવા અને તેનું માળખું કેવી રીતે તૈયાર કરવું તે અંગે અરજદારે રજૂઆત કરી હતી. હાઇકોર્ટે સરકારને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (GSLSA) પાસેથી રિપોર્ટ મેળવીને કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્ટે આ ઓથોરિટીને ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટની તમામ જવાબદારી સોંપી છે અને આ દિશામાં શું પગલાં લેવાયાં છે તે અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહ પર મુલતવી રાખી છે.

જિલ્લા વાઇઝ રિપોર્ટ રજૂ કરવા આદેશ

ગુજરાત ચાઇલ્ડ પ્રોટેકશન પોલિસીનો ડ્રાફ્ટ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા ૩ વર્ષના વાર્ષિક અહેવાલો પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સોશિયલ ઓડિટ રિપોર્ટ અને ચાઇલ્ડ પ્રોટેકશન પોલિસી પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. કોર્ટે દરેક ડિસ્ટ્રિક્ટ (જિલ્લા) વાઇઝ તૈયાર કરાયેલા અહેવાલો રજૂ કરવા માટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો, જેને ધ્યાનમાં રાખીને સરકારે કોર્ટના આદેશ મુજબ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરીને રજૂ કર્યો છે. હવે આ ડ્રાફ્ટમાં કેટલા સુધારા કે વધારા કરવા તે અંગે અરજદાર અને અદાલત મિત્ર (એમિકસ ક્યુરી)ને સૂચન કરવા કોર્ટે આદેશ કર્યો છે.