Ahmedabad

અમદાવાદમાં મીડિયાકર્મીની ઓળખ આપી લાખોની ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ, મહિલા પાસેથી 5 લાખ પડાવ્યા

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નકલી પત્રકારો શુભમ શાહ અને સંકેત પ્રજાપતિ સહિતના શખ્સો વિરુદ્ધ મહિલા ક્રાઈમબ્રાંચે ગુનો નોંધ્યો છે. આશ્રમ રોડની હોટલમાં એક મહિલાને ટ્રેપ કરી, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 5 લાખની ખંડણી માંગી હતી. સોશિયલ મીડિયા પર 'સ્ટાર ન્યૂઝ સેવન'ના નામે પોસ્ટ મૂકી, મીડિયાકર્મી તરીકે ઓળખ આપી આ ગુના આચરવામાં આવતા હતા. અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીઓ ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં મીડિયાકર્મીની ઓળખ આપી લાખોની ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ, મહિલા પાસેથી 5 લાખ પડાવ્યા

Ahmedabad Fake Journalists: ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમાચારલક્ષી પોસ્ટ મૂકીને મીડિયા કર્મી તરીકે ઓળખ આપ્યા બાદ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવતા શુભમ શાહ અને સંકેત પ્રજાપતિ તેમજ તેમની સાથે સંકળાયેલા શખસો વિરુદ્ધ મહિલા ક્રાઈમબ્રાંચે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીઓએ આશ્રમ રોડમાં આવેલી એક હોટલમાં તેના માણસો મોકલીને એક મહિલાને ટ્રેપમાં ફસાવીને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને પાંચ લાખની માંગણી કરી હતી. આરોપીઓ દ્વારા અગાઉ પણ અનેક ગુના આચરવામાં આવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ ગેંગ વિરુદ્ધ અમદાવાદ-મહુવા-ભાવનગરમાં પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હોટલના એક રૂમમાં મહિલાને એક યુવક મળવા માટે આવ્યો હતો અને થોડીવાર બાદ તે હોટલના રૂમમાં ત્રણ યુવકો આવ્યા હતા. જેમણે પોતાની ઓળખ મીડિયા કર્મી તરીકે આપીને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને મહિલા પાસે પાંચ લાખની માંગણી કરી હતી. મીડિયાકર્મી તરીકે ઓળખ આપનાર યુવકોએ તેમના ન્યૂઝ પોર્ટલનું નામ સ્ટાર ન્યૂઝ સેવન નામ આપ્યું હતું. જેથી મહિલાએ બદનામ થવાના ડરથી નાણાં આપ્યા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનારે મહિલા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી. જે અનુસંધાનમાં પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરતા તેમના નામ શુભમ શાહ અને સંકેત પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું.

જેમના સામે અગાઉ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, સેટેલાઈટ અને ભાવનગર જિલ્લાના મહુવામાં ખંડણી અને છેડતીનો ગુનો નોંધાઈ ચુક્યો હતો. જે ઇન્સ્ટાગ્રામ પર સમાચારનું પેજ રાખીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને ખંડણીની માંગણી કરતા હતા. પોલીસે ગુનો નોંધતા બંને આરોપીઓ અને તેના સાગિરતો ફરાર થઈ ગયા હતા. પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યામુજબ, આરોપીઓએ અગાઉ બનાસકાંઠામાં એક વેપારીને પોલીસ તરીકે બ્લેકમેલ કરીને નાણાંની માંગણી કરી હતી. જે કેસમાં માફી માંગીને સમાધાન કર્યું હતું. તેમજ રોહન વછેટા ઉર્ફે રોની નામના સાગિરતની મદદથી સ્થામમાં ટ્રેપ ગોઠવીને વેપારીને બ્લેકમેલ કરીને ભાગીદારી સુધી પહોંચ્યા હતા. તેમજ પાલડીમાં પણ સલૂનની મહિલા સંચાલકને ધમકી આપીને લૂંટ કરી હતી. જે અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં પણ અરજી થઈ હતી.આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.