ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઇમે 10 લોકોને ડિજટલ એરેસ્ટથી રેસ્ક્યુ કરીને કરોડોની છેતરપિંડી અટકાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar Crime News : ગાંધીનગર સ્થિત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ ટેકનીકલ એનાલીસીસના આધારે સતર્કતા દાખવીને ગુજરાત અને અન્ય રાજ્યોમાં રહેતા 10 જેટલા સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ દરમિયાન રેસ્ક્યુ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી અટકાવવામાં આવી હતી.
સાયબર ક્રિમિનલ સીબીઆઇ, ઇડી, ચાઇલ્ડ પોર્ન ગ્રાફી કે અન્ય કેસમાં ફસાવવાની ધમકી આપીને લોકોને ડરાવીને વિડીયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટ કરીને લાખો કરોડો રૂપિયા પડાવે છે. ત્યારે સ્ટેટ સાયબર ક્રાઇમના ટેકનિકલ સેલ દ્વારા 10 જેટલા લોકોને ડિજિટલ એરેસ્ટમાંથી રેસ્ક્યુ કરીને કરોડો રૂપિયા બચાવ્યા હતા.
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝનને પોલીસની ઓળખ આપીને ચાઇલ્ડ પોર્નગ્રાફીના ગુનામાં ફસાવવાની ધમકી આપીને ૨૦ લાખની માંગણી કરવામાં આવી હતી. જે અંગે સિનિયર સિટીઝનના સગાએ શંકાને આધારે પોલીસને જાણ કરતા રાત્રે ઘરે જઇને સમજાવીને ફ્રોડનો શિકાર બનતા અટકાવ્યા હતા.
આ ઉપરાંત, સુરતમાં રહેતા એક સિનિયર સિટીઝનને એ હદે ડરાવ્યા હતા કે તે 40 લાખનો ફ્લેટ વેચીને સાયબર ક્રિમીનલ્સને નાણાં આપવા તૈયાર થયા હતા. પરંતુ, ફ્લેટનો સોદો ન થતા તે દુકાનના વેચાણના 20 લાખ ટ્રાન્સફર કરવાના હતા. ત્યારે જ પોલીસે સ્થળ પર જઇને તેમને રોકીને ચેતવ્યા હતા. જામનગરમાં રોકાણના નામે સિનિયર સિટીઝન 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરે તે પહેલા જ તેમને સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, છતીસગઢ, ઓડીસા, મહારાષ્ટ્માંથી પણ ડિજિટલ એરેસ્ટ થયેલા લોકોને રેસ્ક્યુ કરાયા હતા.




