અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ કરવા માટે હવેથી 112 ડાયલ કરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Traffic News : અમદાવાદમાં અગાઉ ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ, હવે ટ્રાફિકની ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબરના બદલે 112 નંબર ડાયલ કરવાનો રહેશે. આ નવી સિસ્ટમ 1લી ઓગસ્ટથી કાર્યરત થશે.
ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી 18002331122 નો ઉપયોગ કરવાનો રહેતો હતો. પરંતુ, ટોલફ્રી સિસ્ટમનો નંબર લાંબો હોવાની સાથે યાદ રાખવામાં મુશ્કેલી પડતી હતી. જેથી ગુજરાત પોલીસે આ બાબતને ગંભીરતાથી લઇને ટ્રાફિક સમસ્યાની ફરિયાદ કરવા માટે 112 ઇમરજન્સી નંબર શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં ટોલ ફ્રી નંબર હવે 112 સાથે સંકલિત થઇ જશે.
ઉલ્લેખનીય છે કે 112 ઇમરજન્સી નંબર શરૂ થતા આ નંબર પર મેડીકલ ઇમરજન્સી, પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંકલિત કરાયો હતો. હવે 112 નંબરનોે ઉપયોગ ટ્રાફિકની સમસ્યા નોંધાવવા માટે પણ થઇ શકશે.









