હૈદરાબાદમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા પોસ્ટલ પેરા સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ગુજરાતના ચાર ખેલાડીઓએ જીત્યા ચાર મેડલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Postal Circle Para Athletes : તેલંગાણા પોસ્ટલ સર્કલ દ્વારા 01 સપ્ટેમ્બરથી 03 સપ્ટેમ્બર 2026 દરમિયાન હૈદરાબાદના ફાયરફોક્સ સ્પોર્ટ્સ એન્ડ રિસોર્ટ ખાતે બીજી ઓલ ઇન્ડિયા પોસ્ટલ પેરા બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026-27નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત પોસ્ટલ સર્કલનું પ્રતિનિધિત્વ કરનાર ચારેય પેરા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ ચાર મેડલ હાંસલ કર્યા છે.
ગુજરાતના ખેલાડીઓની મેડલ વિજયી યાદી
ગુજરાત પોસ્ટલ સર્કલના ચારેય ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને મહેનતથી વિવિધ વર્ગોમાં મેડલ મેળવ્યા હતા.
- અલ્પેશ સુતારિયા (ભાવનગર HO): ટેબલ ટેનિસ (વ્હીલચેર પુરુષ વર્ગ) – સુવર્ણ ચંદ્રક
- જલ્પા એચ. પોબારુ (ભક્તિનગર SO, રાજકોટ): ટેબલ ટેનિસ (વ્હીલચેર મહિલા વર્ગ) – સુવર્ણ ચંદ્રક
- રણજિત ગોહિલ (RMS અમદાવાદ ડિવિઝન): બેડમિન્ટન (વ્હીલચેર પુરુષ વર્ગ) – રજત ચંદ્રક
- અલ્પેશ આર. શાહ (હેડક્વાર્ટર રિજન, અમદાવાદ): ટેબલ ટેનિસ (વ્હીલચેર પુરુષ વર્ગ) – કાંસ્ય ચંદ્રક
રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત પોસ્ટલ સર્કલનું ગૌરવ
આ ચારેય ખેલાડીઓની સિદ્ધિથી રાષ્ટ્રીય સ્તરે ગુજરાત પોસ્ટલ સર્કલનું નામ રોશન થયું છે. દિવ્યાંગ ખેલાડીઓની આ સફળતા તેમની અદમ્ય ઇચ્છાશક્તિ અને દૃઢ સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ અંગે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂર પડ્યે તેમને વધારે ટ્રેનિંગ માટે મોકલવા માટેની તૈયારી પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા દર્શાવવામાં આવી હતી. જેથી તેઓ રાષ્ટ્રીય સ્તરે અથવા તો રાજ્ય સ્તરે પણ રમી શકે તે માટે તેમને જરૂરી તમામ સગવડો આપવામાં આવશે.




