ગેસ સિલિન્ડરની અછત અને વધતાં ભાવને કારણે લાકડાં પણ મોંઘા, મણનો ભાવ જુઓ કેટલે પહોંચ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Demand for Firewood Surges in Cities | છેલ્લા કેટલાક સમયથી લાકડાની માંગ વધારો જોવા મળી રહ્યો છે. વૈકલ્પિક ઇંધણ તરીકે વપરાશ વધી જતાં બજારમાં લાકડાની કિંમતો પણ આસમાને પહોંચી ગઈ છે. હવે ગામડાઓમાં જ નહીં, શહેરોમાં પણ લાકડાની ડિમાન્ડ વધી છે. ગેસ સિલિન્ડર મોંઘા થયા છે પરિણામે લાંકડાની માંગ વધી છે.
20 કિલો લાકડાનો ભાવ રૂ. 100-120થી વધીને સીધો જ રૂ. 140-150 સુધી પહોંચ્યો
ઘરેલુ ગેસ સિલિન્ડર મોંઘા થઈ રહ્યા છે. આજની કારમી મોંઘવારીમાં ઘણાં મધ્યમ વર્ગના પરિવારોને તો ગેસ સિલિન્ડર પણ પોષાય તેમ નથી. સિલિન્ડર હોવા છતાં રિફિલ કરાવી શકતા નથી. આ સંજોગોમાં લોકોએ હવે વૈકલ્પિક ઇંધણનો વપરાશ કરવા મજબૂર થવું પડ્યું છે. અગાઉ બજારમાં 20 કિલો લાકડાનો ભાવ આશરે રૂ. 100 ની આસપાસ રહેતો હતો. જે હવે ચાલુ સીઝનમાં સીધો વધીને રૂ. 140-150 સુધી પહોંચી ગયો છે. આમ, ટૂંકા ગાળામાં જ લાકડાના ભાવમાં મણ દીઠ વધારો ઝીંકાયો છે જેના કારણે સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયુ છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, લાકડા તરફ લોકો વળવા પાછળ મુખ્ય કારણો જવાબદાર છેએકે, ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં રાંધણ ગેસના સિલિન્ડર સમયસર ઉપલબ્ધ થતા નથી. ગેસ સિલિન્ડરના ભાવ સતત વધતા મધ્યમ અને શ્રમિક વર્ગ માટે ગેસ પર રાંધવું ઘણું મોંઘું સાબિત થઈ રહ્યું છે. અત્યાર સુધી જે લાકડાનો ઉપયોગ માત્ર ગામડાઓ પૂરતો સીમિત હતો, તે હવે ગેસના વિકલ્પ તરીકે શહેરી વિસ્તારોના ઘરોમાં પણ શરૂ થઈ ગયો છે. ગેસ એજન્સીઓની અનિયમિતતા અને મોંઘવારીને લીધે ગૃહિણીઓ હવે ફરી પરંપરાગત ચૂલા તરફ વળી રહી છે. બજારમાં એકાએક માંગ નીકળતા આગામી દિવસોમાં લાકડાના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા છે.




