Ahmedabad

અમદાવાદના ઓઢવમાં સ્પામાં ડ્રગ્સનો અડ્ડો! રિસેપ્શનના કાઉન્ટર પરથી પકડાયું રૂ.6.38 લાખનું MD, સપ્લાયર વોન્ટેડ

By GS Team
4 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદ પોલીસે ઓઢવમાંથી 6.38 લાખનું 212.9 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 23 વર્ષીય લીલારામ ચૌધરીની ધરપકડ કરાઈ છે, જે મૂળ રાજસ્થાનનો છે. તે નિર્મિત સ્ક્વેરની દુકાન નંબર 101માંથી ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. રમેશ માળીને વોન્ટેડ જાહેર કરાયો છે, જેણે લીલારામને ડ્રગ્સ આપ્યું હતું. પોલીસે 6.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ઓઢવમાં સ્પામાં ડ્રગ્સનો અડ્ડો! રિસેપ્શનના કાઉન્ટર પરથી પકડાયું રૂ.6.38 લાખનું MD, સપ્લાયર વોન્ટેડ

અમદાવાદ પોલીસે ઓઢવ વિસ્તારમાં આવેલા સ્પાના કાઉન્ટર પરથી 6.38 લાખની કિંમતનું 212.9 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ ડ્રગ્સની હેરાફેરી મામલે 23 વર્ષીય યુવાનની ધરપકડ કરી છે અને ડ્રગ્સ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

6.48 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી પ્રમાણે, એસપી રિંગ રોડ પર આવેલા ઓઢવ સર્કલ નજીક નિર્મિત સ્ક્વેરમાં આવેલી દુકાન નંબર 101માં સ્પા ચલાવવામાં આવે છે. ત્યાં રિસેપ્શન કાઉન્ટર પરથી મૂળ રાજસ્થાનનો રહેવાસી લીલારામ ચૌધરી ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. આ મામલે પોલીસે બે મોબાઇલ અને એક ડિજિટલ વજન કાંટા સહિત કુલ 6.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો

આ મામલે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સ્પાના રિસેપ્શન પર બેસતો લીલારામ ચૌધરી ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સની હેરાફેરી કરે છે અને વેચે છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંદાજે 7.30 વાગ્યાના અરસામાં બાતમીને આધારે દરોડો પાડ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જેમાં ઘટનાસ્થળે લીલારામના ખિસ્સામાંથી ડ્રગ્સનું પેકેટ મળી આવ્યુ હતું.

અન્ચ એક આરોપી વોન્ટેડ

આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના જાસોલ ગામના રહેવાસી રમેશ માળી પાસેથી ડ્રગ્સ લાવતો હતો. ત્યારબાદ અમદાવાદમાં કમિશન પેટે ડ્રગ્સનું વેચાણ કરતો હતો. હાલ પોલીસે આ મામલે ડ્રગ્સ સપ્લાયર રમેશ માળીને વોન્ટેડ જાહેર કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.