Ahmedabad

Apk ફાઈલ ડાઉનલોડ ના કરશો, અમદાવાદના વૃદ્ધનું ફોન હેક કરી જીવનભરની બચત લૂંટી લેવાઈ!

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના મકરબામાં રહેતા 61 વર્ષીય હરીશ રોહરા સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. નરોડા ફ્રૂટ માર્કેટના વેપારી હરીશભાઈને ઈ-ચલણ ભરવાના બહાને આવેલા મેસેજની લિંક ક્લિક કરતા ફોન હેક થયો. સાયબર ઠગે તેમના બેંક ખાતામાંથી IMPS દ્વારા 5,67,700 રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Apk ફાઈલ ડાઉનલોડ ના કરશો, અમદાવાદના વૃદ્ધનું ફોન હેક કરી જીવનભરની બચત લૂંટી લેવાઈ!

Ahmedabad Crime news : અમદાવાદના મકરબામાં રહેતા અને નરોડા ફ્રૂટ માર્કેટમાં વેપાર કરતા 61 વર્ષીય વૃદ્ધ સાથે ઈ-ચલણ ભરવાના બહાને રૂપિયા 5,67,700ની છેતરપિંડી થઈ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. તેમના મોબાઈલ પર ગાડીનું બાકી ટ્રાફિક ચલણ ભરવા અંગેનો એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. જેમાં આપેલી લિંક પર ક્લિક કરતા mparivahan.apk નામની ફાઈલ ડાઉનલોડ થતા તેમનો ફોન હેક થઈ ગયો હતો. એ પછી તેમના સેવિંગ્સ ખાતામાંથી ઠગે IMPSથી 5,67,700 રૂપિયા અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા.આ અંગે વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ છેતરપિંડીનો ભોગ બનનાર ફરિયાદીનું નામ હરીશ ઠાકુરદાસ રોહરા છે અને તેમની ઉંમર 61 વર્ષ છે. તેઓ મકરબા ખાતેપરિવાર સાથે રહે છે અને નરોડા ફ્રુટ માર્કેટમાં ફ્રુટનો વેપાર કરે છે. સાયબર ઠગે તેમના મોબાઈલ પર એક મેસેજ મોકલીને મોબાઈલ ફોનનો એક્સેસ લઈ લીધો હતો અને તેમની જાણ બહાર તેમના IndusInd Bankના સેવિંગ ખાતામાંથી લાખો રૂપિયા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા.

મળતી માહિતી મુજબ, ગત 22 ઓગસ્ટે હરીશભાઈના મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબર પરથી ટેક્સ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં તેમની ગાડીનું ચલણ ભરવાનું કહેવામાં આવ્યું હતું અને નીચે એક લિંક આપેલી હતી. આ લિંક પર ક્લિક કરતા જ મોબાઈલમાં mparivahan.apk નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી, જેને તેમણે તરત જ બંધ કરી દીધી હતી.એ પછી ગત 2 સપ્ટેમ્બરે સવારે તેમણે ફોનમાં રૂપિયા કપાયાના મેસેજ જોયા હતા.

આ અંગે તેમણે પોતાની દુકાને જઈ ભાઈ વિશાલને વાત કરી હતી. બંને ભાઈઓએ નરોડા ખાતેની IndusInd Bankની શાખામાં જઈને તપાસ કરતા તેમની સાથે ફ્રોડ થયું હોવાનું અને ફોન હેક થયો હોવાનું સામે આવ્યું હતું. ઠગે તેમના IndusInd Bankના ખાતામાંથી IMPSથી કુલ રૂપિયા 567700ની રકમ અલગ અલગ NSDL Payments Bankના ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ અંગે તેમણે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.