Ahmedabad

કેમિકલયુક્ત પાણીના મુદ્દે ધોળકામાં સ્થાનિકોનો હલ્લાબોલ: ખેડૂતો અને મહિલાઓ સાથે જિગ્નેશ મેવાણીના પ્રાંત કચેરીમાં ધામા

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના ધોળકામાં આજે 5 ગામોના ખેડૂતોએ દૂષિત પાણીની સમસ્યાને લઈ બંધ પાળ્યો છે. નગરપાલિકા અને કંપનીઓના કેમિકલયુક્ત પાણીથી 10 હજાર એકર જમીન બંજર બનતા ખેડૂતો રોષે ભરાયા છે. જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓના સમર્થન સાથે, મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાંત કચેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેમિકલયુક્ત પાણીના મુદ્દે ધોળકામાં સ્થાનિકોનો હલ્લાબોલ: ખેડૂતો અને મહિલાઓ સાથે જિગ્નેશ મેવાણીના પ્રાંત કચેરીમાં ધામા

Dholka Farmer Protest: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પાંચ ગામોના ખેડૂતો દ્વારા નગરપાલિકાના દૂષિત અને આસપાસની કંપનીઓના કેમિકલયુક્ત પાણીની સમસ્યાને લઈને ઉગ્ર દેખાવા સાથે આજે (24મી સપ્ટેમ્બર) બંધની જાહેરા કરવામાં આવી હતી. જેને લઈને કેમિકલયુક્ત પાણી બંધ કરાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો રેલી સ્વરૂપે પ્રાંત કચેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. નોંધનીય છે કે, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ આંદોલનમાં જોડાયા છે.

10 હજારહ એકર જમીન બંજર બની

ખેડૂતો અને સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર, ભેટાવાડા, અંબારેલી, નેસડા, ત્રાસદ, પીસાવાડા અને પાલડી સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ધોળકા APMC ચોકડી ખાતે એકઠા થયા હતા. છેલ્લા 15 વર્ષથી કેમિકલયુક્ત દૂષિત પાણીના કારણે 10 હજાર એકરથી વધુ ફળદ્રુપ જમીન બંજર બની ગઈ છે. એક સમયે 'ફૂલોની નગરી' તરીકે ઓળખાતા આ ગામો આજે ઉજ્જડ બની ગયા છે. આ ઉપરાંત ઝેરી પાણીના કારણે અનેક લોકોને ચામડીના ગંભીર રોગો થવા સાથે કેન્સર જેવી બીમારીથી મોત થયા હોવાના ગંભીર આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે.

ખેડૂતોના પ્રાંત કચેરીમાં ધામા

ખેડૂતોની રેલી પ્રાંત કચેરીએ પહોંચી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પ્રાંત કચેરીના ગ્રાઉન્ડમાં જ ધરણા પર બેસી ગયા હતા. ખેડૂતોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી પાલિકા અને કંપનીઓનું કેમિકલયુક્ત પાણી બંધ કરવાની લેખિત બાહેધરી નહીં મળે ત્યાં સુધી કચેરી ખાતે જ બેસી રહેશે.

ધોળકા.jpg

ખેડૂતોના બંધના એલાન અને રેલીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. કોઈ અણબનાવ ન બને તે માટે ત્રાંસદ ચોકડી અને ધોળકા APMC ચોકડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.